તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરામાં ભાગવત કથાના રસપાનમાં ભક્તો તરબોળ થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂચિતડાયાલિસિસ સેન્ટરના લાભાર્થે અને લાયન્સ કલબ ઓફ આંતલિયા દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે કથાકાર દેવુભાઈ જોષી (ખેરગામવાળા)ની શ્રીમદ ભાગવત કથાનું કચ્છ કડવા સમાજ વાડી ફિડર રોડ, બીલીમોરા ખાતે આયોજન કરવામા આવ્યું હતું.

24મીથી 30મી સપ્ટેમ્બર સુધી બીલીમોરા તેમજ આજુબાજુની જનતા માટે ઉભુ કરવામાં આવનાર સૂચિત ડાયાલિસિસ સેન્ટરના લાભાર્થે અને લાયન્સ કલબ ઓફ આંતલિયા દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે હાલ ચાલી રહેલા શ્રાદ્ધપક્ષમાં કથાકાર દેવુભાઈ જોષી (ખેરગામવાળા)ની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. કથા પાછળનો મુખ્ય હેતુ હાલમાં બીલીમોરા તેમજ તેની આજુબાજુની જનતાના ડાયાલિસિસ સેન્ટરની તાતિ જરૂરિયાત છે, જેના માટે તેમણે બહારગામ જવુ પડતુ હોય છે જે જરૂરિયાતને પહોંચી વળવા માટે લાયન્સ કલબ ઓફ આંતલિયા દ્વારા એક સરાહનીય કાર્યાર્થે કથાનું આયોજન કરાયું છે. કથાકાર દેવુભાઈ જોષી દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ તેમજ હિરણ્યકશ્યપ અને પ્રહલાદની કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. કથામાં દ્વારા જે દાનની આવક થશે તેનો ઉપયોગ ડાયાલિસિસ સેન્ટર (સૂચિત)ના લાભાર્થે કરાશે. કલબના પ્રમુખ ભગવાનભાઈ પટેલ, પ્રોજેકટ ચેરમેન પરેશ પટેલ, સનતભાઈ અને નિલેશભાઈ કથાના આયોજનને સફળ બનાવવા તેમજ બીલીમોરામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ થાય એવા આશયથી જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...