તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક બીમારીથી પીડાતી ઉંડાચની પરિણીતાનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકના ઉંડાચ ગામની પરિણીતાએ બિમારીના કારણે ઉંડાચ ગામથી પસાર થતી ખરેરા નદીમાં મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવી દેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

ઉંડાચ ઘોલ ફળિયામાં રહેતા ઠાકોરભાઈ ગોવિંદભાઈ પટેલ (ઉ.વ. 59)એ બીલીમોરા પોલીસને જાણ કરી હતી કે તેમના ભાઈ સુરેશભાઈ ગોવિંદભાઈ પટેલની પત્ની સવિતાબેન સુરેશભાઈ પટેલ (ઉ.વ. 45) રાત્રિના ત્રણેક વાગ્યાના સુમારે ક્યાંક ચાલી ગયા હોવાની જાણ તેમના ભત્રીજાએ તેમને કરી હતી. ઘરેથી ચાલી ગયેલી સવિતાબેનની તેમણે આજુબાજુના તમામ વિસ્તારમાં શોધખોળ કરી હતી તેમ છતાં તેઓ મળી આવ્યા હતા. દરમિયાન બપોરના સમયે ઉંડાચ ગામમાંથી પસાર થતી ઝરી ચેકડેમના પાણીમાંથી તેમની લાશ મળી આવી હતી. ઠાકોરભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે સવિતાબેન છેલ્લા થોડા સમયથી માનસિક બિમારીના કારણે અસ્વસ્થ રહેતા હોય તેઓ ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર ચાલી ગયા હતા અને ખરેરા નદીના પાણીમાં બિમારીના કારણે મોતનો ભૂસકો મારી મોત વહાલું કર્યું હતું. તેમણે પગલું તેમની બિમારીના કારણે આવેશમાં આવી જઈ ભર્યું હોવાનું જણાવ્યું હતું. મૃતક સવિતાબેન તેમના પતિ તથા બે બાળકો સાથે રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...