• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા નગરપાલિકાની સભા પુન: બોલાવી કમિટીની રચના રદ કરવા કલેક્ટરને આવેદન

બીલીમોરા નગરપાલિકાની સભા પુન: બોલાવી કમિટીની રચના રદ કરવા કલેક્ટરને આવેદન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનગરપાલિકાના 16 સભ્યોએ 16મી જૂને બીલીમોરા પાલિકાની સામાન્ય સભા નીતિનિયમો મુજબ નહીં થયું હોવાનું જણાવી સભામાં થયેલી વિવિધ કમિટીઓની રચના રદ કરવાની માગ કરતા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે.

બીલીમોરા પાલિકાના શાસક પ્ાના 6 સભ્ય સહિત 16 સભ્યોએ નવસારી જિલ્લા કલેકટરને એક આવેદન ગુરૂવારે પાઠવ્યું હતું. તેમણે આવેદનમાં જણાવ્યું છે કે બીલીમોરા પાલિકામાં વિવિધ કમિટીઓના કાર્યકાળ સમાપ્ત થતો હોય નવી કમિટીઓની રચના માટે 10મી જૂને બીલીમોરા નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પાલિકાના મંજૂર થયેલા સભા સંચાલનના નિયમ 36 મુજબ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી નથી.

સભામાં બીલીમોરા પાલિકા સત્તાધારી પક્ષ ભાજપે બહુમતિના જોરે સમિતિની રચનાની કાર્યવાહી મંજૂર કરી હતી. મંજૂર થયેલા સભા સંચાલનના નિયમો મુજબ ચેરમેન અને સમિતિ સભ્યોના નામની સૌ પ્રથમ દરખાસ્ત મુકાય છે ત્યારબાદ તે નામને અન્ય સભ્ય ટેકો જાહેર કરી હાથ ઉંચો કરી સમર્થન આપે છે. જેને બહુમત મળે તેને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. જ્યારે સરખા મત પડે ત્યારે પ્રમુખસ્થાન જાળવનાર અધિકારી કાસ્ટીંગ વોટ આપી શકે છે.

તેમણે જણાવ્યું છે કે તમામ નિયમોનો ભંગ થયો હોવાથી ગત 10મી જૂનની સભાની પ્રક્રિયા રદ કરી નવેસરથી સામાન્ય સભા બોલાવવાની માગ કરતું આવેદન કલેકટરને આપ્યું હતુ.

મનગમતા ખાતા નહીં મળતા વિરોધ થઇ રહ્યો છે

^ભાજપનેટેકો આપનારા અપક્ષ સભ્યો બીલીમોરા ખાતે ભાજપની કારોબારીમાં પ્રદેશ નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના અસંતુષ્ટ સભ્યોને મનગમતા ખાતા નહીં મળતા વિરોધ થઇ રહ્યો છે. > પ્રજ્ઞેશભાઈ,પ્રમુખ,બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ

સમિતિની રચના નિયમોને આધિન કરવામાં આવી હોવાની કેફિયત રજૂ કરાઇ

અન્ય સમાચારો પણ છે...