ગોળીગઢ બાપુના મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે આજે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપાનો મેળો ભરાયો હતો વર્ષમાં એક જ વાર ભરાતા આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તોએ ગોળીગઢ બાપાના દર્શન કરી બાધા ચડાવી ધન્યતા અનુભવી હતી અને મેળામાં આવેલ મનોરંજન સાધનોની મજા માણી હતી પોલીસ બંદોબસ્ત વચ્ચે મેળામાં એકલ દોકલ પાકીટ ચોરીના બનાવ સિવાય કોઈ અનિચ્છનીય ઘટના ન બની હતી.

દર વર્ષે હોળીના પવિત્ર તહેવાર પહેલા આગલા રવિવારે ગોળીગઢ બાપાના જુના અને નવા મંદિરે ભરાય છે વર્ષમાં એક જ વાર આ મેળો ભરાતો હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ મેળામાં આવી બાધા માનતા ચડાવી હતી. શનિવાર બપોરથી મેળાની શરૂઆત થઇ હતી અને 150 થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો રવિવારના રોજ શ્રદ્ધાળુઓએ ગોળીગઢ બાપાના દર્શન કરી બાધા ચડાવી ધન્યતા અનુભવી હતી અને મેળામાં આવેલ મનોરંજન સાધનો અને ખાણી પીણીના સ્ટોલની મજા માણી હતું શ્રદ્ધાળુઓ મેલા સુધી સરળતાથી પહોંચી શકે તે માટે બારડોલી સુરત નવસારી બીલીમોરા ડેપો દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી આયોજકો દ્વારા મેળામાં આવનાર ભક્તો માટે પીવાના પાણીની અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.

ફાયર સેફટી સુવિધાનો અભાવ
મેળામાં આવનાર દર્શનાર્થીઓના જણાવ્યા મુજબ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે છતાં પણ મેળામાં ફાયર સેફટી અને મેડિકલ સુવિધાનો અભાવ જોવા મળે છે મંદિર આયોજન કમિટી અને જવાબદાર તંત્ર આવતા વર્ષથી આ વ્યવસ્થા કરે એ જરૂરી છે.