• Gujarati News
  • વર્ષે ~૭૦ કરોડ કમાવી આપતા ચેકપોસ્ટ પર મુખ્યમંત્રીનો દરોડો

વર્ષે ~૭૦ કરોડ કમાવી આપતા ચેકપોસ્ટ પર મુખ્યમંત્રીનો દરોડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંસૌથી વધુ આવક ધરાવતા ભીલાડ ચેકપોસ્ટ પર અચાનક મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દરોડાથી સોમવારે ખળભળાટ મચી ગયો હતો. તેમણે ચેકપોસ્ટની તપાસ કર્યા બાદ કહ્યું હતું કે કેટલીક ગેરરીતિઓ જણાઇ આવી છે. ચેકપોસ્ટ પર કોઇ ગેરરીતિ થાય તે માટે હવે રોજે રોજ ગાંધીનગર ડેટા મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું પણ તેમણે જણાવ્યું હતું. આનંદીબેને સૌપ્રથમ ચેકપોસ્ટની આજુબાજુ સફાઇનું નિરીક્ષણ કરીને તરત ગંદકી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત તેમણે ત્યાં ચાલતા સીસીટીવી કેમેરા, કમ્પ્યૂટર્સ, સ્ટાફ વિગેરેની ઝીણામાં ઝીણી જાણકારી મેળવી હતી.

દરરોજ ૧૫ હજાર વાહનો, વર્ષે ૭૦ કરોડની આવક

ભીલાડચેકપોસ્ટપરથી દરરોજ ૧૫ હજાર જેટલા વાહનો પસાર થાય છે અને તેમાંથી સરકારની તિજોરીને રૂ. ૭૦ કરોડ જેટલી આવક દર વર્ષે થતી હોય છે. સૂત્રો જણાવે છે કે અહીં આવક વધી હોવાના દાવા છતાં ટેક્સ ચોરી થાય છે.