• Gujarati News
  • સરીગામ સીઈટીપીનું કોકડું ઉકેલાયું

સરીગામ સીઈટીપીનું કોકડું ઉકેલાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરીગામમાંરૂ. 70 કરોડના ખર્ચે તૈયાર થયેલા કોમન ઈન્ફુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જાળવણી અને સંચાલન માટે એસ.વી.પી. કંપનીની રચના કરવા ડિરેકટરોની નિમણૂક કરવાની હતી. જેમાં કંપનીના ત્રણ ડિરેકટરોની પસંદગી કરવાના મુદ્દે આંતિરક ખેચતાણથી કોકડું ગુંચવાયું હતું અને વિવાદ ઉભો થયો હતો. જે વિવાદનું સમાધાન કરવા જીઆઈડીસી દ્વારા ત્રણ ડિરેકટરો ઉભી કરેલી સીટ ફરી ખેચી લઈ, ફકત એસઆઈએના પ્રમુખનો સમાવેશ કરી વિવાદનો અંત આવ્યો છે.

સરીગામ જીઆઈડીસીમાં ગુજરાતની વડી અદાલતના ફટકાર બાદ રૂ. 70 કરોડના ખર્ચે 15 એમએલડી ક્ષમતા ધરાવતું કોમન ઈન્ફુઅન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. સરીગામમાં 3.5 એમએલડીનું પ્રદૂષિત પાણી એકમોમાંથી બહાર આવે છે. પરંતુ આવનારા એકમોને ધ્યાનમાં લઈ 15 એમએલડી ક્ષમતાવાળું કોમન ઈન્ફુઅન્ડ પ્લાન્ટ બનાવવામાં આવ્યું છે.જેમાં જીઆઈડીસીનો હિસ્સો 51 ટકા તથા સરીગામ એકમોનો 49 ટકા હિસ્સો નક્કી કરવામાં આવ્યો છે. કંપનીની પ્રાંરતીક મુકી 10 કરોડમાં જીઆઈડીસીનો હિસ્સો 5.10 કરોડ તથા એસઆઈએનો 4.90 કરોડ રાખવામાં આવ્યો છે.

જીઆઈડીસી અધિક્ષક ઈજનેરે એસવીથી કંપનીની રચના કરી સીઆઈટીપીનું સંચાલન અને જાળવણી કરવા 20 જૂનના રોજ પત્ર લખી ત્રણ ડિરેકટરોના નામો સામાન્ય સભા દ્વારા નક્કી કરવા જણાવ્યું હતું પરંતુ એસઆઈએના પ્રમુખ દ્વારા પોતાની સત્તાની રૂએ ત્રણ નામો મોકલી આપતા અન્ય એસઆઈએ કમિટીના મેમ્બરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે વિરોધનું સમાધાન કરવા અધિક્ષક ઈજનેર દ્વારા 7 ઓક્ટોમ્બરના રોજ જીઆઈડીસી તથા ઉદ્યોગપતિઓની બેઠક બોલાવી હતી. જેમાં પણ સમાધાન થયું હતું. એસઆઈએ પ્રમુખ મુરજી કટારમલ દ્વારા મોટા એકમોમાંથી કમલેશ ભટ્ટ, મધ્યમ એકમમાંથી ઉદય મારબલ તથા નાના એકમોમાંથી એસઆઈએ સેક્રેટરી એવા શૈલેશ વિરાની પસંદગી ઉતારી હતી. પ્રમુખ દ્વારા અન્ય કમિટી મેમ્બરો તથા ઉદ્યોગપતિને ઠીગ્ગો કરી સેક્રેટરીને ફરી સમાવતા મામલો વધુ વિવાદાસ્પદ બનવા પામ્યો હતો.





ચોમેરથી ડિરેકટરની પસંદગી અંગે વિરોધ ઉભો થયો હતો. જેના લીધે તૈયાર થયેલ સીઈટીપીનું સંચાલન થતાં મેમ્બરશીપ નોંધવાનું ટલ્લે ચડયું હતું. ઉદ્યોગોનો વિકાસ રૂધાતા એસ્ટેટના હિત માટે જીઆઈડીસી દ્વારા વિવાદિત બનેલી ડિરેકટરોની પોસ્ટ હટાવી દઈ મુદ્દાને શાંત કર્યો છે.