• Gujarati News
  • GIDC સાથેની બેઠક અંગે સરીગામના ઉદ્યોગપતિઓએ વ્યુહરચના ઘડી કાઢી

GIDC સાથેની બેઠક અંગે સરીગામના ઉદ્યોગપતિઓએ વ્યુહરચના ઘડી કાઢી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરીગામઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં 7 ઑક્ટોબરના રોજ સવાજે 11:30 કલાકે GIDCના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક અંગે ઉદ્યોગપતિઓએ વ્યુહરચના ઘડવા બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સરીગામ વેસ્ટમેનેજમેન્ટના ડાયરેક્ટર શિરિષ દેસાઈ તથા સાથી સભ્યોએ તમામ ઉદ્યોગપતિને હાજર રહે ચોરી છૂપીથી CETPના ડિરેક્ટર બનવા મોકલાવેલા તમામ નામોનો એક સૂર વિરોધ કરવા હાંકલ કરી હતી.

સરીગામ GIDCમાં છેલ્લા ત્રણ માસથી CETPના ડિરેક્ટરોની નિમણૂંકનો મુદ્દો ઘોંચમાં પડેલો છે. જે માટે ઉદ્યોગપતિઓમાં ઊબા ભાગલા પડ્યા છે. એસ.આઈ.એ.ના પ્રમુખ મુરજીકટારમલ તથા કમિટીના પાંચથી વધુ સભ્યો એકી સાથે રહી સરીગામ ઉદ્યોગોના હિતમાં નિર્ણય લઈ રહ્યા છે. જ્યારે કમિટીના અન્ય 4 જેટલા સભ્યો પૂર્વ પ્રમુખ શિરિષ દેસાઈની આગેવાની હેઠળ ઉદ્યોગપતિઓ સાથે સભાઓ ગોઠવી એસ્ટેટના હિતમાં CETPના મોકલાવેલા તમામ નામોનો એક સૂરે વિરોધ કરવા હાંકલ કરી રહ્યા છે. જેઓ ઉદ્યોગપતિની સામાન્ય સભા બોલાવી CETPના ડિરેક્ટરો મોકલવા અનુરોધ કરી રહ્યા છે.

સોમવારના રોજ સરીગામ GIDCમાં બંધ એકમમાં સરીગામ વેસ્ટ મેનેજમેન્ટ શિરિષ દેસાઈ દ્વારા ઉદ્યોગપતિઓની સભામાં રૂઆબ ખાન, નિર્મલ દુધાની, ધર્મેન્દ્ર અગ્રવાલ, એસ.આઈ.એ. કમિટીના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર અગ્રવાલે ઉદ્યોગપતિઓને CETPના કનેક્શન અને મેમ્બરો બનવા અંગે થોડા અંશે માહિતી આપી હતી. જો કે, CETP મેમ્બર શિપ કરતા CETPના ડિરેક્ટરો માટે વધુ રસ લઈ 7 ઓકટોબરના રોજ મળનારી GIDCના અધિકારી સાથેની બેઠકમાં વધુમાં વધુ સભ્યો હાજર રહી CETPના ડિરેક્ટરોના મોકલાવેલા નામો અંગે વિરોધ નોંધાવાની હાંકલ કરવામાં આવી હતી. તમામ હાજર રહેલા ઉદ્યોગપતિઓએ એક સૂરે શિરિષ દેસાઈને સભાના પ્રમુખ તરીકે સ્વીકારી લીધા હતા. જો કે, સરીગામ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર શિરિષ દેસાઈએ બોલાવેલી સભામાં પાંચ જેટલા ડાયરેક્ટરો દૂર રહ્યા હતા.

આજે SIA અને GIDCની સંયુક્ત સભા

સરીગામGIDCમાં100 કરોડના ખર્ચે તૈયાર થયેલા CETP પ્લાન્ટના ડિરેક્ટરોની નિમણૂંક અંગે એસ્ટેટમાં વિવાદો ઊભો થવા પામ્યો હતો. જેમાં GIDCના અધિકારીઓ વધુ રસ લઈ ઉદ્યોગપતિ સાથે બેઠક યોજી વિવાદાસ્પદ બનેલો ડિરેક્ટરનો પ્રશ્ન હલ કરવા પર ભાર મુકી રહ્યા છે. GIDCના અધિકારી ઉદ્યોગપતિમાંથી ત્રણ ડિરેક્ટરોની નિમણૂંકમાં અંગત રસ લેતા સરીગામ એસ્ટેટમાં GIDC અધિકારીઓને શું હક્ક છે, જેઓ ઉદ્યોગપતિઓની પસંદગી કરી રહ્યા છે. જેવા પ્રશ્નો ઉદ્યોગપતિ