તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Bhilad
  • ભીલાડ| નવીદિલ્હી ખાતે 5મી સપ્ટેમ્બરના રોજ સમર સત્તા મંચ અને

ભીલાડ| નવીદિલ્હી ખાતે 5મી સપ્ટેમ્બરના રોજ સમર સત્તા મંચ અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ| નવીદિલ્હી ખાતે 5મી સપ્ટેમ્બરના રોજ સમર સત્તા મંચ અને રાષ્ટ્રીય સમતા સ્વતંત્ર મંચના સંયુક્ત ઉપક્રમે તત્વધાનમા ભારતીય અને નેપાળસંઘના સંયુક્ત ઉપક્રમે માન્યવર પ્રભુદ્ય વ્યક્તિઓનો સન્માન સમારોહનું આયોજન કરાયું છે.જેમાં મરોલી પંચાયતના માજી સરપંચ રાજેશ કેણીને સમાજ સેવાના ક્ષેત્રમાં રાજકીય અને સામાજિક કાર્ય બદલ કર્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરાશે. આ સન્માન નેપાળના દૂતાવાસ કતરના પૂર્વ રાજદૂતના હસ્તે મેડલ, અભિનંદન પત્ર, અને શાલ આપવામાં આવશે. ગુજરાત રાજ્યના 3 માજી સરપંચોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જેમાં મરોલીના માજી સરપંચ રાજેશ કેણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મરોલી પંચાયતના માજી સરપંચ રાજેશ કેણીનો કર્મશ્રી એવોર્ડમાં પસંદગી થતા મંત્રી રમણલાલ પાટકર, વલસાડ જિલ્લાના શિક્ષક ગણ તથા મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...