સરીગામ પોસ્ટ કચેરીમાં કલાર્કની નિમણૂંક કરાઇ

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:15 AM IST
Bhilad - સરીગામ પોસ્ટ કચેરીમાં કલાર્કની નિમણૂંક કરાઇ
સરીગામ પોસ્ટ કચેરીમાં 50 હજારથી વધુ ગ્રાહકોનો કામકાજ એક પોસ્ટ માસ્તરથી કરવામાં આવતા ગ્રાહકોને મુશ્કેલી પડી રહી હતી. કલાર્કની નિમણૂક થતા ગ્રાહકોના કામ ઝડપભેર થવાના લઇ ગ્રાહકોમાં ખુશાલી વ્યાપી ગઈ છે.

ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે જુના અને જર્જરિત મકાનમાં પોસ્ટ કચેરી કામકાજ કરી છે. જેમાં સરીગામ,સરીગામ જીઆઇડીસી, માંડા, કરજગામ, અણગામ, પુનાટ સહિત અન્ય ગામોના લોકો ખાતા ધરાવે છે. જેને લઇ ખાતેદારની સંખ્યા 50 હજારને પાર પહોંચી હતી. પોસ્ટ કચેરીમાં માત્ર એક પોસ્ટ માસ્તરથી કામકાજ થતા લોકોના કામો ઝડપી થઈ શકતા ન હતા. લોકોને કામકાજ માટે કલાર્કોનો સમય વેડફાઈ રહ્યો હતો. વારંવારનેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતા ગ્રાહકોની કતારો લાગી રહી હતી. જે લઇ સરીગામના માજી સરપંચ પ્રકાશ આરેકરે ઉપલી કચેરીએ લેખિત રજુઆત કરી હતી. પોસ્ટખાતા દ્વારા પણ ગ્રાહકોની સંખ્યાને લઇ સરીગામ પોસ્ટ કચેરીમાં કલાર્કની નિમણૂક કરી છે.

X
Bhilad - સરીગામ પોસ્ટ કચેરીમાં કલાર્કની નિમણૂંક કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી