• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Bhilad
  • Bhilad સરીગામ પં.વિસ્તારમાં બોરના પાણી પીવા લાયક ન રહેતા કલેકટરને રાવ

સરીગામ પં.વિસ્તારમાં બોરના પાણી પીવા લાયક ન રહેતા કલેકટરને રાવ

Bhilad - સરીગામ પં.વિસ્તારમાં બોરના પાણી પીવા લાયક ન રહેતા કલેકટરને રાવ

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:15 AM IST
સરીગામ પંચાયત વિસ્તારમાં ઔદ્યોગિક એકમોના લીધે બોર અને કુવાના પાણી છેલ્લા દસ વર્ષથી પ્રદુષિત બન્યા છે. લોકોના બોર અને કુવાના પાણી પીવા લાયક ન રહેતા સરીગામવાસીએ કલેકટરને ફરિયાદ કરી છે.

ઉમરગામના સરીગામ જીઆઇડીસીની સ્થાપના સાથે કેમિકલ એકમોની સ્થાપના કરવામાં આવી હતી.કેમિકલ એકમો નું પ્રદુષિત પાણી ખુલ્લામાં છોડી દેવાતા સરીગામ તથા તેમના આજુબાજુ વિસ્તારના કુવા અને બોરના પાણી પ્રદુષિત થયા હતા. સરીગામના એકમોનું પ્રદુષિત પાણી પંપિંગ સ્ટેશન પર પોહચાડવા માટે વર્ષો પહેલા પાઇપ લાઈન નાખી હતી .જે જૂની અને જર્જરિત બનતા પ્રદુષિત પાણી ખુલ્લી જગ્યામાં વહેતુ થયું હતું.જેને લઇ સરીગામ, કરજગામ અને તેની આજુબાજુના બોરના પાણી પ્રદુષિત બન્યા હતા. લોકોને પાણી બજારમાંથી વેચાતું લઇ પીવાની ફરજ પડી રહી છે. સરીગામ વિસ્તારના બોરના પાણી પ્રદુષિત થયા હોવાની રાવ સરીગામવાસીએ કલેકટરને કરી છે.

સેમ્પલ નોર્મલ આવ્યા છે

સરીગામથી અણગામ જતા માર્ગ પર આવેલા ફળિયાના બોરના પાણીના સેમ્પલો 15 દિવસ પહેલા લેવામાં આવ્યા હતા.જે નોર્મલ આવ્યા છે. હરીશ ગાવીત, અધિકારી, જીપીસીબી, સરીગામ

X
Bhilad - સરીગામ પં.વિસ્તારમાં બોરના પાણી પીવા લાયક ન રહેતા કલેકટરને રાવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી