તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Bhilad
  • Bhilad નિકોલીમાં ખેતરમાં સિંચાઈનો કૂવો ધરાશાયી થતા ભારે નુકસાન

નિકોલીમાં ખેતરમાં સિંચાઈનો કૂવો ધરાશાયી થતા ભારે નુકસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોડીપાડા પંચાયત વિસ્તારના નિકોલી ગામ ખાતે ખેડૂત દ્વારા સિંચાઈ માટે બેન્કલોનથી બનાવેલ કૂવો ધારસાઈ થતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. બેન્ક દેવું ભરપાઈ કર્યા બાદ કૂવો ધારસાઈ થતા ખેતી પર નભતું પરિવારની હાલત પણ પાતળી બની છે.

ઉમરગામ તાલુકાના ધોડીપંચાયત વિસ્તારના નિકોલી ગામ ખાતે ખેડૂત હરેશભાઇ હીરાભાઈ પટેલ દ્વારા 15 વર્ષે પૂર્વે ખેતી કરવા માટે બેંકલોન દ્વારા કુવાનું નિર્માણ કર્યું હતું. ડુંગરની કિનારે કુવાનું નિર્માણ છતાં બારેમાસ પાણી રહેતું હતું. જેનો ઉપયોગ આજુબાજુ વસતા આદિવાસી પરિવાર પાણી પીવા માટે કરતા હતા. ખેડૂત દ્વારા પણ ચોમાસાની મોસમમાં ડાંગરના પાક સાથે ઉનાળાની મોસમમાં લીલા શાકભાજી ઉગાવી ચાર વ્યક્તિનો પરિવારનું ભરણ પોષણનો ખર્ચ તથા બાળકોનો શિક્ષણનો ખર્ચ કાઢી રહ્યા હતા. સાથો સાથ પેટે પાટો બાંધી બચત કરી બેન્કની લોન ભરપાઈ કરી હતી. ખેડૂતના માથે દેવુંનો બોજ હળવો થયો હતો. ત્યાંજ ચાલુ વરસાદી મોસમમાં ખેડૂતનો કૂવો ધારસાઈ થતા કુવાનું પુરાણ થયું છે. કુવામાં મુકેલ ઈલેક્ટ્રીક મોટર સાથે મશીનરી પણ દટાઈ જતા ખેડૂતને ભારે નુકસાન સાથે આજીવિકા છીનવાઇ ગઈ છે. પાણી વિના ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતની આજીવિકા છીનવતા સરકાર પર આશા રાખી નુકસાનીનું વળતર મેળવવા સરકારી કચેરીમાં ભટકી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...