તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામના વન ખાતામાં ખાલી પડેલી જગ્યા ભરવા માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષો બાદ જિલ્લા વન વિભાગ અને સ્થાનિક મંડળીના દેખરેખ હેઠળ ઉમરગામ તાલુકો ડુંગરાળથી વન વિસ્તારમાં પરિણામ્યો છે. જેના લીધે તાલુકા વિસ્તારમાં વારંવાર દીપડાઓ નજરે ચડી રહ્યા છે. ઉભા થયેલ વનના લીધે જિલ્લામાં સૌથી વધુ વરસાદ તાલુકામાં નોંધાયો હતો. ઉભા થયેલા જંગલોની જાળવણી અને દેખરેખ માટે કર્મચારીઓની જરૂર પડે છે. કર્મચારીઓ સ્થાનિક મંડળીના સભ્યોના સહયોગથી વનની રક્ષા કરે છે. છેલ્લા કેટલાક સમયથી વન વિભાગના કર્મચારીઓની નિવૃત્તિ થતા તેની ખાલી પડેલી જગ્યા હજુ ભરાઈ નથી.

મરોલીના માજી સરપંચ રાજેશ કેણીએ વન અને આદિજાતિ વિભાગના મંત્રી રમણલાલ પાટકરને લેખિત રજુઆત કરી છે. ખાલી પડેલી જગ્યા પર સ્થાનિકોની ભરતી કરવા જણાવ્યું છે. અને સ્થાનિકોને રોજગારી આપવા જણાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી ઉમરગામ તાલુકા વિસ્તારમાં પરપ્રાંતીય લોકોના વધુ પડતા ઘસારોને લીધે સ્થાનિકોને રોજગારીથી વંચિત રહેવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...