જિલ્લા-સંઘપ્રદેશમાં 24 કલાકમાં અકસ્માતના 5 બનાવ: 6નાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરીગામ સ્ટેટ હાઇવે પર સોમવાર ની રાત્રી ના 10.15 કલાકે ટેલર ટ્રક GJ.15.AT.1415 ના ચાલકે ભીલાડ ની જીએચસીએલ કંપની માંથી નોકરી પૂર્ણ કરી બાઈક પર ઘરે પરત ફરી રહેલા બે યુવાનો ને અડફેટે લેતા બન્ને ના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા.ચાલકે એક્ટિવા ચાલકને પણ અડફેટે લેતા ગંભીર ઇજા પોહચી હતી.જેને સારવાર માટે વાપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ભીલાડથી સરીગામ જતા સ્ટેટ હાઇવે પર લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે ભીલાડથી સરીગામ જીઆઇડીસી તરફ જતું ટ્રક ટેલર GJ.15.AT.1415ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ફરી રીતે ...અનુસંધાન પાના નં.2

જીરલ ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ હતો
સરીગામ સ્ટેટ હાઇવે પર યમદૂત બની ટેલર ટ્રક ચાલકે જીરલની મોટર સાયકલને પાછળથી ટક્કર મારી હતી. જીરલ રોડ પર પડી જતા તેના પર ટેલરનું પાછળનું ટાયર ચડી જતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જીરલના અકસ્માતના સમાચાર મળતા પરિવાર, મિત્રો વર્ગ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.કોળી સમાજનો દિપક બુજાતા કોળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જીરલ પરિવારમાં ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. જીરલે ત્રણે બહેનોને લગ્ન કરી સાસરે વડાવી હતી. માતા પિતાનું ભરણ પોષણ કરવા અને પરિવારની બધી જવાબદારી ઉપાડી લઈ ભીલાડ ખાતે આવેલી જીએચસીએલ કંપનીના નોકરી કરી રહ્યો હતો. જીરલના મૃત્યુથી પરિવારનો દિપક બુઝાઈ ગયો છે. માતા પિતા એ ઘડપણની લાકડી ગુમાવી દીધી છે. બહેનોએ રક્ષા કવચ રૂપી ભાઈ ગુમાવી દીધો છે.23 વર્ષ ની નાની ઉંમરે જીરલ ના મૃત્યુ થતા તેમના ઘર થી નીકળેલી સ્મશાન યાત્રા માં પૂરું ગામ હિબકે ચડ્યું હતું.

વાપીમાં ટ્રકની ટક્કરથી બાઇક પાછળ બેસેલી મહિલાનું મોત
નીચે પડતા જ ટ્રકના ટાયર નીચે દબાઇ ગઇ
વાપી| ટ્રકચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા પાછળ બેસેલી મહિલા પડી જવાથી ટ્રક નીચે આવી ગઇ હતી. શરીર ઉપરથી ટાયર ફરી વળતા મહિલાનું મોત થયું હતું.

વાપી બલીઠામાં રહેતા અરૂણપ્રસાદ કુલદીપ સિંહ રવિવારે સાંજે પોતાની ભાભી અનુસિંહને બાઇક નં.જીજે-15-ડીએ-9978 ઉપર લઇને વાપી શાકભાજી માર્કેટમાં શાક લેવા જઇ રહ્યા હતા. તે દરમિયાન બલીઠા કોળીવાડ આટીયાવાડ પાસે રસ્તા ઉપર પાછળથી આવી રહેલા ટ્રકચાલકે પૂરઝડપે ગાડી હંકારી બાઇકને પાછળથી જોરથી ટક્કર મારતા બંને લોકો રસ્તા ઉપર પડી ગયા હતા. યુવકની ભાભી અનુસિંહ તે સમયે ટ્રકના ટાયર નીચે આવી જતા તેમનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. જ્યારે અરૂણ ગંભીર રીતે ઘવાયો હતો. ઘટના બનતા જ ટ્રકચાલક ગાડી લઇને સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. જેની જાણ વાપી ટાઉન પોલીસને કરતા પોલીસે ઇજાગ્રસ્ત અરૂણના નિવેદનના આધારે અજાણ્યા ટ્રકચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સેલવાસમાં ટ્રકમાં મોપેડ ઘૂસતા 1નું મોત
સેલવાસ| બાવીસા ફળિયા ખાતે સોમવારના રોજ રાત્રે 8:30 વાગ્યાના સુમારે એક ટ્રકની પાછળ મોપેડ ટકરાતા બાઈક ચાલકનુ ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ધવલ વિનોદ મેહતા ઉ.વ.42 રહેવાસી પ્રમુખ વાટિકા, બાવીસા ફળિયા જે પોતાના ઘરેથી મોપેડ પર રાત્રે 8:30 વાગ્યાના સુમારે બજાર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માતની ઘટના બની હતી.

પારડી પાસે ટ્રેક ક્રોસ કરતાં આધેડનું મોત
પારડી| પારડીના ઓરવાડ ખાતે આવેલી શિવશક્તિ મંગલ સૃસ્ટી સોસાયટીમાં રહેતા અરુણ ઠાકોર દેસાઇ ( ઉ.વ. 56) સોમવારે સવારે 10 વાગ્યાના સુમારે મોતીવાડા પાસે રેલવેે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ટ્રેક પરથી પસાર થતી કોઈ ટ્રેન જોડે અડફેટમાં અરુણભાઈ આવી જતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળે મોત નીપજયું હતું.

વાપી ફાટક પાસે ટ્રેન અડફેટે યુવકનું મોત
વાપી| જૂના રેલવે ફાટક નજીક સોમવારે મોડી રાત્રીએ ટ્રેનની અડફેટે અાવતા અંદાજે 23 વર્ષીય યુવાનનું મોત થયું હતું. સોમવારે રાત્રીએ બે વાગ્યે વાપી ઓવરબ્રિજથી થોડે દૂર ટ્રેક ઉપર યુવકની લાશ પડી હોવાનો મેસેજ જીઆરપીને અપાયો હતો. રાત્રીના સુમારે કોઇક ટ્રેનની અડફેટે ચઢતા 23 વર્ષના યુવકનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું.

અરેરાટી
અન્ય સમાચારો પણ છે...