Home » Daxin Gujarat » Valsad District » Bhilad » Bhilad - સરીગામની કંપનીએ ગેસ છોડતાં 2 કિમી દૂરની શાળાના 2 હજાર વિદ્યાર્થી અકળાયાં

સરીગામની કંપનીએ ગેસ છોડતાં 2 કિમી દૂરની શાળાના 2 હજાર વિદ્યાર્થી અકળાયાં

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:06 AM

રહસ્ય|કેમિકલ ઝોનની કઈં કંપનીએ ગેસ છોડ્યો તે અંગે તંત્રનું મૌન

  • Bhilad - સરીગામની કંપનીએ ગેસ છોડતાં 2 કિમી દૂરની શાળાના 2 હજાર વિદ્યાર્થી અકળાયાં
    સરીગામ જીઆઇડીસીમાં કોઈ કેમિકલ કંપનીએ શનિવારે ગેસ છોડી મુક્તા વાતવરણ દૂધળું થઈ ગયું હતું. જેની અસર બે કિમિના અંતરે આવેલી કેડીબી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, રાહદારી અને વાહન ચાલકોને થતાં સ્કૂલ મેનેજમેન્ટ અને સામાજીક કાર્યકર્તાએ જીપીસીબીને ફરિયાદ કરી હતી.

    ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસીના કેમિકલ ઝોન વિસ્તારમાં ઝેરી કેમિકલના ઉત્પાદન સાથે સંકળાયેલા ઓદ્યોગિક એકમો આવેલા છે. જે એકમમાંથી શનિવારની સવારે 11.30 કલાકે દુર્ઘન યુક્ત ગેસ બહાર આવ્યો હતો. વરસાદની આડમાં છોડાયેલો કેમિકલ ગેસથી 3 કિમિનું વાતાવરણ ધુધળું થઈ ગયું હતું. જીઆઇડીસીથી બે કિમિના અંતરે સરીગામની કેડીબી હાઈસ્કૂલ આવેલી છે. જે સ્કૂલમાં બીજી પાળીના 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીઓએ ભારે દુર્ઘન્ અને ગેસથી ગૂંગળામણ જેવી અસરની ફરિયાદ કરતા સ્કૂલ મેનજમેન્ટને કરી હતી. મેનેજમેન્ટએ સરીગામ જીપીસીબીને જાણ કરી હતી.સરીગામ જીઆઇડીસી ચાર રસ્તા, રોહિતવાસ અને સરીગામ ત્રણ રસ્તા સુધી ગેસની અસર થતા ...અનુસંધાન પાના નં. 2

    કંપનીની શોધખોળ માટે ટીમ મોકલાઈ છે

    સરીગામ જીઆઇડીસીમાં કેમિકલ કંપની માંથી નિકળેલા ગેસ અંગે આવેલી ફરિયાદ ના આધારે તપાસ માટે ટીમ મોકલાવી તપાસ કરવામાં આવી રહી છે. હરીશ ગાવીત, અધિકારી, જીપીસીબી, સરીગામ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ