• Gujarati News
  • લો કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજાઈ

લો કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લો કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજાઈ

નવસારી|નવસારીમાં આવેલી દિનશા દાબુ લો કોલેજમાં સ્વર્ણિમ સપ્તધારા ઉજવણી ચાલી રહી છે. નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આકૃતિ ગ્રાફિક્સના પ્રોપરાઈટર મુકેશભાઈ પટેલ નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા. કોલેજના તમામ વિજેતા વિદ્યાર્થીઓને કોલેજના ટ્રસ્ટી અસ્પી પી. ફનીબંદાએ અિભનંદન પાઠવ્યા હતા.

ગણિત મહોત્સવમાં સિદ્ધિ

બારડોલી|સુરત જિલ્લા ગણિત મહોત્સવનું આયોજન વાંકલમાં થયું હતું. જેમાં પ્રથમિક વિભાગમાંથી ક્વીઝ કોમ્પીટીશનમાં બારડોલીની જે.એમ. પટેલ સ્કૂલે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, માધ્યમિક વિભાગ ક્વીઝ કોમ્પીટીશનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. ઉચ્ચતર માધ્યમિક વભાગમાં શિક્ષક વિભાગમાંથી રમેશચંદ્ર વી. પટેલે પોતાનું પેપર પ્રેઝન્ટેશન કર્યુ હતું. જેમાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી મોડલ વિભાગમાં ભાગ લઈ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. ઉચ્ચતર માધ્યમિક વભાગમાંથી પઝલ કોયડો વિભાગમાં ભાગ લઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

બારડોલી |બારડોલીની મદ્રેસા હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમ સ્કૂલ દ્વારા ગ્રાન્ડ પેરન્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે બારડોલીના વૃદ્ધાશ્રમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોએ વૃદ્ધાશ્રમની મુલાકાત લધી હતી. અને જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ વૃદ્ધાશ્રમમાં

મહુવા | મહુવાના જી. એચ. ભક્ત ફાઉન્ડેશન, રોટરી કલબ ઓફ મહુવા રીવર સાઈડ, ડસ્ટ્રીક્ટ બ્લાઈન્ડનેશ કંટ્રોલ સોસાયટીના સહયોગથી મહુવામાં સ્વ. છગનભાઈ તથા સ્વ. રણભાઈ ગોપાળભાઈ ભક્તના આત્મશ્રેયાર્થે વનામૂલ્યે શ્રદ્ધાંજલી નેત્રયજ્ઞનું આયોજન કરાયું હતું. કેમ્પમાં 203 દર્દીઓનું મફત ચેકિંગ કરાયું હતું. 147 દર્દીઓને ચશ્માનું વિતરણ કરાયું હતું. 22 દર્દીઓના આંખના મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન લીલાવતીબહેન મોહનલાલ શાહ આંખની હોસ્પિટલ, નવસારી ખાતે કરાશે.

મહુવામાં નેત્રયજ્ઞ કેમ્પ

ન્યૂઝ ઇન બોક્સ