• Gujarati News
  • આદિવાસીહળપતિ સમાજના ઉત્થાન અને શિક્ષણક્ષેત્રે જીવન સમર્પિત કરનાર સંઘર્ષ

આદિવાસીહળપતિ સમાજના ઉત્થાન અને શિક્ષણક્ષેત્રે જીવન સમર્પિત કરનાર સંઘર્ષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિવાસીહળપતિ સમાજના ઉત્થાન અને શિક્ષણક્ષેત્રે જીવન સમર્પિત કરનાર સંઘર્ષ પુરુષ ડો. અરવિંદભાઈ દેસાઈએ જીવનયાત્રાના 75 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમનો અમૃત મહોત્સવ બારડોલી તાલુકાના ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, વાઘેચા ખાતે સાહિત્યાકાર ડો. મોતીભાઈ પટેલની અધ્યક્ષતામાં અને મહાત્મા ગાંધીને ખોળે ઉછરેલા નારણભાઈ દેસાઈના મુખ્ય મહેમાન પદે શાનદાર રીતે ઉજવાયો હતો. પ્રસંગે ડો. અરવિંદભાઈ દેસાઈના જીવન કવનની ઝાંખી આપતા સ્મૃતિગ્રંથ સંઘર્ષ પુરુષ ડો. અરવિંદભાઈ દેસાઈનું વિમોચન લોકભારતી સણોસરાના નિયામક ડો. અરૂણભાઈ દવેએ કર્યુ હતું.

ઉત્તર બુનિયાદી વદ્યાલય વાઘેચાની સમારોહનો પ્રારંભ થયો હતો. સ્વાગત સમિતીના અધ્યક્ષ અમરસિંહભાઈ ઝેડ. ચૌધરીએ સૌને આવકારતાં ડો. અરવિંદભાઈ દેસાઈના 50 વર્ષ જાહેરજીવનની ઝાંખી કરાવતી હતી. ડો. અરવિંદભાઈ દેસાઈના સંઘર્ષમય જીવનમાંથી પ્રેરણા મેળવવા હાંકલ કરી હતી.

ડો. અરૂણભાઈ દવેએ સ્મૃતિગ્રંથ લોકાર્પણ કર્યાબાદ પ્રાસંગિક ઉદ્દબોધન ડો. અરવિંદભાઈ દેસાઈના સામાજિક કાર્યોને બિરદાવી સંવાદ પુરુ તરીકે નવાજ્યા હતાં. સુંદર્શન આયંગરે તોફાની બાળકો સારા નાગરિકો ડો. અરવિંદભાઈ દેસાઈ જેવા બની શકે. વિદ્યાપીઠ પરિવાર એમને શુભેચ્છા પાઠવી હતી. આદિવાસી સંશોધનના નિયામક ચંદ્રકાંતભાઈએ ડો. અરવિંદ દેસીઈને શાલ તથા સુંદર્શનભાઈ આયંગરે રેંટીયાની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. સમારોહના અધ્યક્ષ ડો. મોતીભાઈ પટેલે ડો. અરવિંદભાઈ દેસાઈ સાથેના સહાધ્યાયી તરીકેના સ્મરણો વાગોળી ડો. અરવિંદભાઈએ જે કર્યો કર્યા છે તે બિરદાવવા શબ્દો ખુટી પડે છે. તેમણે 1959થી 1962 સુધીના ગાંધી વિદ્યાપીઠ અમદાવાદના સંસ્મરણો વાગોળી અને 3 અદ્યાપકોને રાજીનામું આપીને સંસ્થા ચોઢાવેલી અમે તોફાની હતી તેમણે વિસ્તારમાં આવા સુંદર કર્યો કર્યા તે બિરદાવવા શબ્દો ઓછા પેડ છે.

ડો. અરવિંદભાઈ દેસાઈએ પોતાના અમૃત મહોત્સવ પ્રસંગે જે વાતો થઈ તે ઉપરથી મારામાં કેટલીક ખુબીઓ છે તે મે આજે જાણવા મળ્યું. મને પ્રશંસા સાંભળી સંકોચ થતો હતો. સ્નેહપૂર્વક કાર્યક્રમ કર્યો અને આટલી મોટી સંખ્યામાં બધા ઉપિસ્થત રહી શુભેચ્છા પાઠવી તે બદલ તેમણે હ્ય્દયપૂર્વક આભાર માન્યો હતો. સ્વ. ગુજતરામ કાકાને પોતાના રોલ મોડેલ તરીકે લેખાવ્યા હતાં. શિક્ષણ સિવાય કોઈ સમાજની ઉન્નતી થતી નથી.

ગાંધીજીએ દર્શાવેલા નયીતાલીમની શિક્ષણ પદ્ધતિથી કામ કરવાનું પસંદ કર્યુ હતું. પ્રસંગે નારાણભાઈ દેસાઈએ ડો. અરવિંદભાઈ