• Gujarati News
  • અંત્રોલીમાં ૪૦ લાખ લૂંટ કેસમાં મતા પરત મેળવવાની અરજી ફગાવાઈ

અંત્રોલીમાં ૪૦ લાખ લૂંટ કેસમાં મતા પરત મેળવવાની અરજી ફગાવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત ૨૫મી જુલાઈના રોજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાં સુરતની મહિધરપુરા ખાતે આવેલ રાવજી મનીચેન્જરના બે કર્મચારીને આંતરીને ૪૦ લાખ લૂંટી લેવાની પ્રકરણમાં પોલીસે તપાસ દરમિયાન પેઢીના માલિકના કાકાભાઈ સહિત ત્રણ વ્યકિતની ધરપકડ કરી ૪૦ લાખ રૂપિયા રિકવર કર્યા હતાં. આ પ્રકરણમાં રાવજી મની ચેન્જરના ડિરેકટર રાકેશ પટેલે મુદ્દામાલ પરત મેળવવા માટે બારડોલી એડી. સેશનકોટર્માં કરેલ રિવિઝન અરજી કોટર્ે નકારી કાઢી હતી.
સુરતના મહિધરપુરા ખાતે આવેલ રાવજી મનીચેન્જર પ્રા. લિ. નામની પેઢીના કર્મચારી શૈલેશ નાયકા અને મુકેશ તિવારી ગત ૨૫મી જુલાઈના રોજ ચલથાણ સુગર ફેકટરી ખાતેથી ૫૧ લાખ રોકડા લઈ સુરત તરફ મોટરસાઈકલ ઉપર જતા હતાં, ત્યારે અંત્રોલી ગામની સીમમાં પલ્સર મોટરસાઈકલ પર આવેલા બે યુવાનોએ આ બે કર્મચારીને આંતરીને ૪૦ લાખની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતાં.
આ પ્રકરણમાં પોલીસે તપાસ દરમિયાન રાવજી મની ચેન્જર પ્રા. લિ.ના માલિક રાકેશભાઈ પટેલના પિતરાઈ ભાઈ સાવનભાઈ જયેન્દ્રભાઈ પટેલ તથા અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી ૪૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યોહતો. મુદ્દામાલ રિકવર થતાં રાકેશ પટેલે આ મુદ્દામાલ પરત મેળવવા માટે પલસાણાની ફસ્ટકલાસ જયુડી કોટર્માં અરજી કરી હતી. આ અરજી પલસાણા કોટર્ે નકારી કાઢી હતી. જેથી રાકેશભાઈ ભરતભાઈ પટેલે બારડોલીની એડીશનલ સેસન કોટર્માં પલસાણા જયુડી. ફસ્ટ. મેજિ. સાહેબે મુદ્દામાલ અરજી કડોદરા જીઆઈડીસી પોસ્ટે ફસ્ટ ગુના રજિસ્ટર નંબર ૧૨૧/૨૦૧૪ના ગુનાના કામે ઈપીકો કોડની કલમ ૪૫૧ હેઠળ મુદ્દામાલ અરજી રદ્દ કરી હતી.
આ હુકમ વિરુદ્ધ ઈપોકો કોટર્ની કલમ ૩૯૭ હેઠળ રિવિઝન અરજી કરી હતી. આ બાબતે અડી. સેસન કોટર્ના જડજ હનીફ સિદ્દીક મુલીયાની કોટર્માં સરકાર તરફી બી. એ. દલાલ તેમજ આરોપી પ ાના વકીલે દલીલ કરી હતી. બંને દલીલો સાંભળીને કોટર્ે મુદ્દામાલ મેળવવાની રીવિઝન અરજી નકારી કાઢી હતી.
આ લૂંટની તપાસ કરવા માટે તપાસ દરમિયાન કેટલીક હકીકતોનું ઘ્યાન રાખવા પણ અધિકારીને સૂચન કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.