- Gujarati News
- પલસાણા તાલુકામાં કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયું
પલસાણા તાલુકામાં કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયું
પલસાણાતાલુકાના કોંગ્રેસ સમિતીનું કાર્યકરોનું સંમેલન પલસાણા લક્ષ્મીનારાયણ મંદિર ખાતે માજી કેન્દ્રીયમંત્રી ડો. તુષારભાઈ ચૌધરી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દર્શન નાયક, તુષાર ચૌધરી સહિતનાં અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. કોગ્રેસનાં સંમેલનમાં તુયાર ચોધરી દ્વારા ભાજપની નિતી અને તેની કાર્ય પધ્ધતિને લઇ આખરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમજ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી માટેની રણનિતિ તૈયાર કરવામાં આવી હતી.
સંમેલનમાં તુષારભાઈ ચૌધરી દ્વારા જણાવ્યું હતું કે, વખતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાર્ટીના વફાદાર ઉમેદવારને ટિકિટ ફાળવશે કારણ કે વખતે કોંગ્રેસ સ્થાનિક લેવલેથી નક્કી કરેલા ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરવાની છે. જેથી તાલુકા સંગઠન દ્વારા દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ફરીને જીતી શકે એવા ઉમેદવારોની આજથી પસંદગી કરવા માટે તુષારભાઈએ જણાવ્યું હતું.
પલસાણા તાલુકાના 2004ની ચૂંટણી સુધી કોંગ્રેસ હંમેશા ભાજપ કરતાં આગળ રહેતું હતું. પંરતુ 2004 પછી હંમેશા કોંગ્રેસનું ધોવાણ થતું આવ્યું છે. આપણા નેતા કાર્યકરો પ્રજા સુધી પહોંચી શકવાના કારણે કોંગ્રેસ પકડ ધૂમાવતી આવી છે. ભાજપ હંમેશા જુઠુ બોલીને ભોળી પ્રજાને મુર્ખ બનાવતી આવી છે. આજે પ્રજા ખરેરખર ભાજપથી કંટાળી ગઈ છે. તેવા સંજોગોમાં આપણે પ્રજાની વચ્ચે જઈ કોંગ્રેસ અને ભાજપનો તફાવત સમજાવવાનો છે.
દર્શન નાયકે જણાવ્યું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના ઘણા હળપતિ નેતા કહેતા કે કોંગ્રેસ હળપતી સાથે અન્યાય કરે છે. તેમને આદીમજૂથમાં સમાવેશ નથી કરતી ત્યારે આજે ભાજપ સરકાર ત્યારે પણ શા માટે? તમારા સાંસદ તમારા ધારાસભ્યો છે તેમ છતાં કેમ આદિમજૂથમાં હળપતિ ને સમાવી નથી શકતા.
પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સુરતીયા, પ્રભારી અરવિંદભાઈ દોરાવાલા, સુરત જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ રસીદભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત ડો. નટવરસિંહ સોલંકી દ્વારા પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધ્યા હતા.
આગામી ચુંટણીની રણનિતિ તૈયાર કરાઇ