તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાજપ જિ. પ્રમુખની વરણીને લઈ અગ્રણીઓનાં ગાંધીનગરમાં ધામા

ભાજપ જિ. પ્રમુખની વરણીને લઈ અગ્રણીઓનાં ગાંધીનગરમાં ધામા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતજિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માટે બે જુથ દ્વારા ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી છે. સંદીપ દેસાઈ અને રાજુ પાઠકના નામની ચર્ચા ચાલી રહી છે.

અંગે રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લા ભાજપમાં હાલ ભારે ઘમાસાણ ચાલી રહ્યા છે. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ વરણી ઘોંચમાં મુકાય હતી. જિલ્લાના વિવિધ મંડળો હોદ્દેદારોની વરણી થઈ ચૂકી હતી. માત્ર તરસાડી, સચીન અને ચોર્યાસી તાલુકાના સંઘઠન પ્રમુખની વરણી બાકી હતી. સાથે જિલ્લા ભાજપ પ્રમુખની વરણ પણ બાકી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ અંતે મહામંત્રી સંદીપ દેસાઈ અને રાજુ પાઠકનું નામ ઉપર ભારે ચર્ચા ચાલી રહી છે. એક જુથ રાજુ પાઠકને સંગઠન પ્રમુખ બનાવવા માંગે છે. અને જો રાજુ પાઠકના નામે સંમતી થાય તો પ્રવીણ ટેલરના નામની માંગણી કરી રહ્યાં છે. જ્યારે કેટલાક ધારાસભ્યો અને જિલ્લાના ઘણા આગેવાનો સંદીપ દેસાઈને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માંગણી કરી રહ્યાં છે. બાબતે બંને પક્ષો ગાંધીનગરમાં નવા પ્રમુખ વિજય રૂપાણી અને આંદીબહેન પટેલને મળી આવ્યા છે. બંને પક્ષોએ પોતપોતાની રજૂઆત કરવામાં કંઈ કસર છોડી નથી. તમામ ચર્ચા વચ્ચે જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અશ્વિનભાઈના નામની ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ગાંધીનગરની કોના ઉપર પસંદગીનો કળશ ઢોળાશે.

અન્ય સમાચારો પણ છે...