• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | બારડોલીમાં લિનિયર બસસ્ટેન્ડની સામે આવેલા બીએપીએસ છાત્રાલયનો વાર્ષિક ઉત્સવ તથા વ

ભાસ્કર િવશેષ | બારડોલીમાં લિનિયર બસસ્ટેન્ડની સામે આવેલા બીએપીએસ છાત્રાલયનો વાર્ષિક ઉત્સવ તથા વાલીદિન ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાંલિનિયર બસસ્ટેન્ડની સામે આવેલ બીએપીએસ છાત્રાલયનો વાર્ષિક ઉત્સવ, વાલીદિન, ધામધૂમથી શિસ્તબદ્ધ રીતે આનંદના વાતાવરણમાં સંતો અને હરિભક્તોની હાજરીમં સંપન્ન થયો છે.

બારડોલી છાત્રાલયના સંગીતજ્ઞ વિદ્યાર્થીઓ અને કાર્યક્રમનો પ્રારંભ ભગવાનની ધૂન પ્રાર્થના અને મંગલાચરણથી કર્યો હતો.સમગ્ર વર્ષ દરમિયાન છાત્રાલયમાં યોજાયેલા કાર્યક્રમો સ્ટડી સર્કલ, સમૂહ પૂજા, સ્પોર્ટસ વીક તેમજ પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી, હરિ જંયતી, હિડોળા ઉત્સવ વગેરે કાર્યક્રમોની ઝાંખી કરાવતી ફિલ્મ વીડિયોના માધ્યમથી બતાવી જે જોઈનેવાલીઓ પ્રસન્નથયા હતાં. છાત્રાલયો વિવિધ પ્રવૃત્તિઓને કોઠોરી પૂ. ધ્યાનજીવન સ્વામીના હસ્તે સ્મૃતિભેટ અપાય હતી. ધ્યાનજીવન સ્વામીએ સંસ્કાર અને શિક્ષણનો સમન્વય કેવી રીતે થાય તે દર્શાવતું મનનીય પ્રવચન કર્યુ હતું.

સતસત વરસ રહે પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો રજુ કરતું નૃત્ય વિદ્યાર્થો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આજના કળિયુગના વાતાવરણમાં કુસંગ વિદ્યાર્થીના જીવનમાં કેવો પરિવર્તન કરે છે તે દર્શાવતો હ્ય્દયસ્પર્શી સંવાદ નિર્દોષ અપરાધી જોઈને શ્રોતાઓની આંખો ભની થઈ ગઈ હતી. અને શ્રોતાઓને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલી અસરકારક રજૂઆતો જોઈન સંવાદ રજૂ કરતાં વિદ્યાર્થોની અભિનય શક્તિ પ્રત્યે પ્રસંશા કરી હતી. સુરત મંદિરના બીએપીએસ સંસ્થાના સદ્દગુરુ સંત પૂ. ઘનશ્યામ ચરણ સ્વામીએ જણાવ્યું હતું કે પૂ. યોગીજી મહારજના સંકલ્પથી છાત્રાલય પ્રવૃતિ શરૂ થઈ છે અને બારડોલી છાત્રાલયએ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા બારડોલીને અપાયેલી મોટામાં મોટી ભેટ છે.

છાત્રાલય કાર્યક્રમોમાં સતત પરિશ્રમ કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શ પુરુ પાડનાર છાત્રાલય સંભાળતા પૂ. આનંદ કિશોર સ્વામીએ કાર્યક્રમમાં સહકાર આપનાર પ્રત્યે આભારવિધી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બીએપીએસ છાત્રાલયના વિદ્યાર્થીઓને શિસ્ત, સફાઈ અને ભ્યાસની લગની તેમજ સંગઠન અને સંપના ગુણોના દર્શન થયા હતાં. કાર્યક્રમમાં સુરત, નવસારી અને સાંરના સંતોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

‘પ્રમુખ સ્વામીએે બારડોલીને છાત્રાલયરૂપી મોટામાં મોટી ભેટ આપી’

અન્ય સમાચારો પણ છે...