• Gujarati News
  • National
  • સતત ત્રીજા દિવસે અગન વર્ષા, પારો 43 ડિગ્રી

સતત ત્રીજા દિવસે અગન વર્ષા, પારો 43 ડિગ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતત્રણ દિવસથી તાપમાને માઝા મુકી હોય તેમ દિન પ્રતિદિન તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમી વધવાથી લોકોના જનજીવન પર અસર જોવા મળી રહી છે. બુધવારે પણ તાપમાન 42 ડિગ્રી રહેતા વાતવણ અગનગોળામાં ફેરવાયું હતું.

તાપમાનને કારણે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હતાં. આવનારા દિવસોમાં ગરમીનો પારો સ્થીર રહેવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. બુધવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહ્યું હતું. દિવસ દરમિયાન ગરમ પવનને કારણે લોકો લૂંનો અહેસાસ કર્યો હતો. સૂર્ય દેવતા પોતાના અસલી મીજાજમાં આવતાં લોકોને અકળાઈ રહ્યાં છે. દિવસ દરમિયાન પડતી કાળઝાળ ગરમીની અસર લોકોના જનજીવન પર પડી રહી છે. બપોરના સમયે તો લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. માનવી પોતાના ગરમીથી બચવા અનુસંધાનપાના નં. 2

વ્યારામાં ગરમી વધતા નગરજનો અકળાયા

વ્યારા|વ્યારા નગર ખાતે છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી જતા નાના બાળકોથી લઇ અબાલવૃદ્ધો અને સામાન્ય માણસના જન જીવન પર અસર પડી છે. વ્યારા નગર ખાતે બપોરે માર્ગો સુમસાન બની જતા સ્વયંભૂ કર્ફ્યુનો માહોલ બની ગયો હતો. છેલ્લા 2 દિવસથી વ્યારા નગર ખાતે તાપમાનનું જોર વધતા નગરજનો શરૂઆતની ગરમીથી તોબા તોબા પુકારી ઉઠ્યા છે. સાથો નગર જાણો સવારે અને સાંજે ઘરોની બહાર નીકળી રહ્યા છે દિવસભર ઘરોમાં એસી અને પંખા, કુલરથી ઠંડક મેળવી રહ્યા છે. તેમજ ગરમીમાં રાહત મેળવવા નગરજનો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યાં છે. જેના પગલે વ્યારા નગરના ઠંડા પીણાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. વ્યારા નગરમાં ઠેરઠેર જોવા મળતા લીબું શરબત - સોડા. ઠંડાપીણાની દુકાનો, શેરડીના રસ, આઈસ્ક્રીમ પાર્લરો, ફ્રૂટ જૂયસો,ફ્રુટના સ્ટોલ સહિતના વેપારમાં ઘરાકી વધી રહી છે.

ગરમીની જનજીવન પર અસર, બપોરના સમયે સસ્તા સુમસામ

અન્ય સમાચારો પણ છે...