• Gujarati News
  • National
  • બારડોલી જમીન પ્રકરણમાં 40થી વધુ રહીશોનાં નિવેદનો લેવાયાં

બારડોલી જમીન પ્રકરણમાં 40થી વધુ રહીશોનાં નિવેદનો લેવાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાચકચારી જમીન કૌંભાડમાં આજે સરકારી રજા હોવા છતાં કચેરીઓમાં તપાસનો ધમધમટા જોવા મળ્યો હતો. નાયબ કલેક્ટર કચેરીમાં કાગળોની તપાસ અને બીજી તરફ પોલીસ મથકે નીતિન રાણાની ગોબાચારીનો ભોગ બનેલા 40થી વધુ સ્થાનિક રીહીશોના નિવેદનો લેવાયા હતાં. મૃતક જમીન માલિકના નામે બોગસ પાવર બનાવવાની ચકચારી ઘટનામાં વહીવીટ તંત્રે પ્રકરણને ગંભીરતાતી લીધુ છે.

નાયબ કલેકટ્રની બેઠકમાં આપેલી સુચના મુજબ નવી જૂની ફરિયાદોને લગતી તમામ તપાસનો ધમધમાટ આજે જોવા મળ્યા હતાં. મામલતદાર અને પ્રાંત કચેરીમાં વિવિધ દસ્તાવેજો મામલે કાગળોની તપાસ સબબ અધિકારીઓને દોડધામ દેખાઈ રહી હતી. બીજી તરફ પાંચ માસ અગાઉ થયેલી કેસરકુંજ સોસાયટીના રહીશોની ફરિયાદ મામલે પ્રાંત અધિકારીએ બારડોલી પોલીસને તપાસ સોંપી છે. જે અન્વયે પીઆઈ જયેશ પંચાલે મુખ્ય ફરિયાદી રાકેશ ગાંધી સહિત 40થી વધુ સ્થાનિકોના નિવેદન લીધા હતાં. જેમાં કેસરકુંજમાં ગેરકાયેદ બાંધકામ, પાણીની ટાંકી, નકલી દસ્તાવેજ સહિતના મામલે રહીશોએ પોલીસને ફરિયાદ કરી હતી. ગુરુવારના રોજ રિમાન્ડ રિવિઝન અરજી સુનવણી છે બાદ જામીન અરજી પર નિર્ણય લેવાશે. જોકે, હાલમાં નીતિન રાણા વિરુદ્ધ જનાક્રોસ જોતા આરોપીઓની મુશ્કેલી વદશે ચોક્કસ છે.

અન્ય સમાચારો પણ છે...