તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વર્ષો પહેલા ગામડાઓમાં ફેરિયા એક લાકડા પર રમકડાઓની વિવિધ વસ્તુઓ

વર્ષો પહેલા ગામડાઓમાં ફેરિયા એક લાકડા પર રમકડાઓની વિવિધ વસ્તુઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષો પહેલા ગામડાઓમાં ફેરિયા એક લાકડા પર રમકડાઓની વિવિધ વસ્તુઓ મૂકી હરતો ફરતો શોપ લઇ ફરતા હતા. જેની પાછળ ગામડાના બાળકો ગામમાંથી જ્યાં સુધી જાય નહીં, ત્યા સુધી એની પાછળ પાછળ દોડતા હોવાનું કહેવાય છે. ભલે બાળકો ખાસ રમકડા ખરીદી શકતા હતાં. પરંતુ સંભારણું આપણા વડીલો આજે પણ યાદ રાખી ઘણી વખત નાના ભૂલકાઓને જણાવતા હોય છે. જોકે,આજના કોમ્પયુટરયુગમાં પણ આવો નજારો ઘણી વખત જોવા મળી જાય છે. પરંતુ તે સમયે જે બાળકો ફેરીયા પાછળ કિકયારી અને ખિલખિલાટ સાથે ફરતા હતા, નજારો આજે જોવા મળતો નથી. બારડોલી નગરના શ્રી રામનગર સોસાયટી નજીકથી આવો એક ફેરિયો રમકડાની હરતી ફરતી દુકાન સાથે જોવા મળ્યો હતો. પરંતુ એકલો અટુલો રમકડાને જોવાવાળુ કોઇ હતું.

રમકડાની હરતી ફરતી દુકાન

અન્ય સમાચારો પણ છે...