તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરભોણ પથરાડિયા ગામે કૂતરાનો આતંક, એકસાથે 22ને બચકાં ભર્યાં

સરભોણ-પથરાડિયા ગામે કૂતરાનો આતંક, એકસાથે 22ને બચકાં ભર્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાનાં સરભોણ ગામે શનિવારની રાત્રે એક હડકાયું કુતરુએ ગામમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. ગામમાં એક પછી એક 16 ગ્રામજનોને બચકાં ભર્યા હતા. ત્યારબાદ રવિવારે સવારે બાજુના પથરાડીયા ગામે પણ 5 જણાને બચકાં ભર્યા હતા. કુલ 21 ને હડકાયું કૂતરું કરડતા સરભોણ પ્રાથમિક આરોગ્ય અને ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે રાત્રે સરભોણ પી.એચ.સી પર મેડિકલ ઓફિસર હોવાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

ગામના 5 વ્યક્તિને ખાનગી દવાખાનામાં જ્યારે 11 લોકોને સરભોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. ગામમાં મધરાત્રિના 2 વાગ્યા સુધી હડકાયું કૂતરાને 200થી વધુનું ટોળું શોધતું રહ્યું હતું. પરંતુ હાથ લાગ્યું હતું. બીજા દિવસે કૂતરું બાજુના પથરાડીયા ગામે પહોંચી ત્યાં પણ 5 જણાને કરડયું હતું. જેથી લોકો રોષે ભરાય ગામના લોકોએ હડકાયા કૂતરાને લાકડાના સપાટા મારી મારી નાંખ્યું હતું. અને ત્યારબાદ દફન કર્યું હતું.

લોકોને કૂતરું કરડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા

{ રાકેશ રાજુભાઈ હળપતિ (કાજીફળિયું, સરભોણ) { મોહન સોમાભાઈ હળપતિ (કાજી ફળિયું સરભોણ) { કાળીબેન શંકરભાઇ હળપતિ (કાજીફળિયું સરભોણ) { કાશીબેન શંકરભાઇ હળપતિ (કાજીફળિયું સરભોણ) { શંકર ભાણાભાઈ હળપતિ (કાજીફળિયું સરભોણ) { ચીમન કાલિદાસ ચૌધરી (નવાગાળા સરભોણ) { મીનાબેન બાબુભાઇ ચૌધરી (નવાગાળા સરભોણ) { અક્ષય મિસ્ત્રી (કુંભારફળિયું સરભોણ) { સુનિલભાઈ પ્યારે હિમાલયા (હાઈટેક-નિણટ સરભોણ) { મહેશભાઇ ગરોળીપ્રસાદ (હાઈટેક નિણટ સરભોણ) { છીબાભાઈ મોહનભાઇ હળપતિ (માતાફળિયું, પથરાડીયા) { સાગરભાઈ બલદેવભાઈ હળપતિ (કોલીફળિયું, પથરાડીયા) { અનિલ શરદભાઈ હળપતિ (લુહારફળિયું,પથરાડીયા) { હસૂબેન રમણભાઈ હળપતિ (લુહારફળિયું,પથરાડીયા) { સોમીબેન ખાલપભાઈ હળપતિ (લુહારફળિયું,પથરાડીયા)

એક ગામના 16ને અને બાજુના ગામમાં 5ને બચકાં ભર્યાં

મોડી રાત્રે બે ગામમાં કુતરાએ ભયનો માહોલ ઉભો કર્યો

અન્ય સમાચારો પણ છે...