તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કબીરનગરમાં ઝેરી દવા પી જતાં એક તરુણીનું મોત

કબીરનગરમાં ઝેરી દવા પી જતાં એક તરુણીનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આત્મહત્યા કરનારી માનસિક બીમારીથી પિડાતી હતી તરણી

ભાસ્કરન્યૂઝ.બારડોલી

બારડોલીનગરનાં કબીર નગરમાં રહેતી 15 વર્ષની તરુણીએ માનસિક બીમારીથી કંટાળી જઇ ઘરમાં એકલતા સમયે ઝેરી દવા પી ગઇ હતી. સારવારબાદ રવીવારે મોડી સાંજે મોત થયુ છે.

બનાવ અંગે પોલીસનાં જણાવ્યા મુજબ બારડોલીનાં આશિયાના નગરની પાછળ કબીરનગરમાં રહેતી 15 વર્ષીય શાહનાબાનુ ઇસ્લામ શેખ છેલ્લાં ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી.શનિવારનાં રોજ કંટાળી ઘરમાં એકલતાનો લાભ ઊઠાવી કોઇ ઝેરી દવા પી ગઇ હતી. પરીવારને જાણ થતાં તાત્ત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર બાદ રવિવારે સાંજે મોત થયું હતું. હકીકત અંગે બારડોલી પોલીસમાં ડૉ. દિવ્યાંગે ખબર આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરના કાર્યવાહી હાથ ધરી હતી.