• Gujarati News
  • ડોક્ટરો ગેરહાજર રહેતા પીએમમાં મૂશ્કેલી

ડોક્ટરો ગેરહાજર રહેતા પીએમમાં મૂશ્કેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોક્ટરો ગેરહાજર રહેતા પીએમમાં મૂશ્કેલી

ઉંમરપાડા સીએચસીમાંડોક્ટરો રેગ્યુલર હાજર રહેતા હોવાથી ખાસ કરી પીએમ કરાવવામાં ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે. પીએમ માટેના પુરતા સાધનો પણ અભાવ હોવાનું જાણવા મળેલ છે. પીએમ માટે દોડધામ હંમેશા કરવી પડતી હોવાથી હાલાકી વેઠવી પડી રહી છે.

પરિવારજનોએ શંકા વ્યક્ત કરાતા પીએમ કરાયું

ઉંમરપાડા તાલુકાના કેવડી ગામે શિક્ષકનું બીમારીના કારણે મોત



ઉંમરપાડાતાલુકાના કેવડી ગામના શિક્ષકનું બીમારીના કારણે મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસને જાણ કરતાં સ્થળ પર પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પરિવારજનોએ શિક્ષકના મોત અંગે શંકા વ્યક્ત કરતાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

બનાવ અંગે પોલીસના જણાવ્યા મુજબ ઉંમરપાડા તાલુકાના નાની ફોકડી ગામના મૂળ અને હાલ કેવડી ગામે રહેતા કામજી મરગીયાભાઈ વસાવા (ઉ.વ 40) શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રાત્રિના સમયે કોઈ બીમારીના કારણે કામજીભાઇ વસાવાનું ઘરમાં મોત નીપજ્યું હતું.

અંગે ઉંમરપાડા પોલીસને જાણ કરતાં સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પરિવારજનોએ યુવાન શિક્ષકના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી. પરંતુ બીમારીના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.