• Gujarati News
  • કોલેજમાં દિવાળીની ઉજવણી

કોલેજમાં દિવાળીની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલેજમાં દિવાળીની ઉજવણી

બારડોલી |બારડોલીની બી. જે. પેટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં રંગ કલા કૌશલ્ય દ્વારા અંતર્ગત દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે રંગોળી સ્પર્ધા તથા દિવાળી ગ્રીટીગ્સ કાર્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી. કોલેજના બધા તાલીમાર્થીઓએ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે પુરોહિત કામિની, દ્વિતીય મોરી સ્વાતિ, તૃતીયક્રમે પટેલ હેતલ વિજેતા રહ્યાં હતાં. ગ્રીટીગ્સ કાર્ડ સ્પર્ધામાં પ્રથમક્રમે ચૌધરી પદમા, દ્વિતીય આહિર અંજલી, તૃતીયક્રમે ચૌધરી કિનલબહેન વિજેતા રહ્યાંહતાં. અંતે કોલેજનાઆચાર્યા ડો. કિન્નરીબહેને સર્વેને દિવાળી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.