• Gujarati News
  • બારડોલીમાં સેવાસંસ્થાની 19મીએ સ્વચ્છતા ઝુંબેશ

બારડોલીમાં સેવાસંસ્થાની 19મીએ સ્વચ્છતા ઝુંબેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં સેવાસંસ્થાની 19મીએ સ્વચ્છતા ઝુંબેશ



મહાત્માગાંધીએ જે ભારતનું સ્વપ્ન જોયું હતું તે માત્ર રાજનીતિક આઝાદી નહીં, સ્વચ્છ અને વિકસસીલ ભારતની કલ્પના પણ હતી. અને આપણો દેશ આઝાદ થયો હવે આપણું કર્તવ્ય છે કે પાવન ધરતીને સ્વચ્છ રાખી ભારતમાતાની સેવા કરીએ. માટે બારડોલીની સેવાકીય સંસ્થાએ 19મીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.

આપણું બારડોલીની ધરતી સતક્યાગ્રહ શિલ્પી મહાત્મા ગાંધીના પગલાથી પાવન થયેલી અને સરદારની કર્મોની સુગંધથી દેશમાં વિખ્યાત છે. તેમાં તન, મન, ઘર, ગલી, ગામ, નગર, શહેરમાં ગંદકી થયા તે માટે સભાન બની ગંદકી કરીએ અને બીજાને કરવા દઈએ આપણી ફરજ છે.

સત્યાગ્રહી બારડોલી, સ્વચ્છ બારડોલી, સુંદર બારડોલી, આપણું બારડોલી, પ્રગતશીલ બારડોલીને સેવાકીય સંસ્થોની સાથે પ્રાંત, મામલતદાર, નગરપાલિકા, બારડોલીની સેવાકીય સંસ્થો અને શાળા મહાશાળા સૌ મળી ચાલો સૌનું બારડોલી બનાવીએ ભારતને દીપાવીએ સ્વચ્છતા તરફ આગળ વધેલા વિચાર અને આચાર સ્વચ્છ ભારતના નિમાર્ણ મા માટે પ્રણ કરી અને સ્વચ્છ ભારતનું સ્વપ્નુ સાકાર કરવા માટે બારડોલીની વિવિધ સંસ્થાઓ દ્વાર 19/10/2014 રવિવારના રોજ બારડોલીગ્રાઉન્ડ પર સવારે 10.00 કલાકે ભેગા મથશે તેમજ સહભાગી થઈએ. બારડોલીમાં આયોજિત સભામાં દરેક નાગરિકને હાજર રહેવા જણાવાયું છે.