તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બાબેનમાં સર્વિસ સેન્ટરનું શટર તોડી રોકડની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબેનમાં સર્વિસ સેન્ટરનું શટર તોડી રોકડની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીતાલુકાના બાબેન ગામે સાઈ વીલા એપાર્ટમેન્ટ નીચે આવેલ દુકાનમાં રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો બંધ શટરનું તાળુ તોડી અંદરથી રોકડ રકમની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળેલ છે. જોકે, ચોરીની ઘટના અંગે પોલીસમાં કોઈ નોંધ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર બાબેન ગામે બારડોલી મોતા રોડ પર આવેલ સાઈ વીલા એપાર્ટમેન્ટમાં આઈસર ટ્રેક્ટર્સ સર્વિસ સેન્ટર નામની દુકાન આવેલ છે. દુકાનમાં રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો એકલતાનો લાભ ઉઠાવી બંધ શટરનો નકૂચો તોડી દુકાનમાં પ્રવેશ્યા હતાં. અને અંદર સામાન વેરવિખેર કરી દુકાનમાં મુકેલ રોકડ રકમની ચોરી કરી ગયા હોવાનું સૂત્રો પાસે જાણવા મળ્યું હતું. જોકે, ચોરીની રકમ જાણ શકાય નથી. ઘટના અંગે બારડોલી પોલીસમાં કોઈ નોંધ થઈ નથી. પરંતુ ચોરીની ઘટના બની હતી. મેઈન રસ્તાની લગોલગ દુકાનમાં ચોરીની ઘટના બનતાં સ્થાનિકો પણ ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો