તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાથેપોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું, તાપી જિલ્લાની બંને બેઠકો વ્યારા અને નિઝર વિધાનસભાના સમાવિષ્ટ વિસ્તારમાં 629 જેટલા જિલ્લામાં વસવાટ કરતા કર્મચારીઓ ફરજ બજાવનાર હોવાથી તેઓનું ચૂંટણીના દિવસે સમય બગડે માટે આજરોજ ચૂંટણી પ્રક્રિયામાં નોંધાયેલા વિવિધના મતદારો નોંધાયા હતા. જેમાં પ્રિસાઇડિન્ગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર અને ઝોનલ ઓફિસર કર્મચારી મળી કુલે 629 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જેમાં કોઈ પણ જાતની કચાસ રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી વિભાગે પુરી તકેદારી રાખી કામગીરી કરી છે. સાથે બીજા દિવસે બાકી રહેલ સરકારી કર્મચારીઓના આયોજન મુજબ મતદાન કરાવશે.

વોકિંગમાંનીકળેલા...

ઓરિયેન્ટલબેંક નજીકથી પસાર થતો હતો. સમયે પાછળથી પલ્સર જેવી મોટરસાઇકલ પર બે અજાણ્યા ઈસમો કાળા કલરના જેકેટ અને ટોપી પહેળીને આવી પિનલ પટેલના ગળામાં પહેરેલ સોનાનું પેન્ડલ અને ચેઈન 40 ગ્રામની મોટરસાઇકલ સવારે બે ઈસમો ચિલઝડપ કરી પૂર સ્પીડે એસબીઆઈ બેંક તરફ હંકારી ગયા હતાં. બૂમાબૂમ કરી પાછળથી પીછો કરવા જતાં બંને ઈસમો ભાગી ગયા હતાં. જે અંગે તાત્કાલિક બારડોલી પોલીસમાં જાણ કરી હતી. 1.25 લાખની કિંમતની સોનાની ચેઈનની ચીલઝડપ અંગેની ફરિયાદ પિનલ પટેલ આપતાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલી પોલીસે વહેલી સવારે વોકિંગ નીકળતાં પિનલ પટેલની 1.25 લાખની ચેઈનની ચિલઝડપ ઘટના બનતાં ઓરીએન્ટલ બેંકના સીસી ટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. પરંતુ મોટરસાઇકલ ઝડપી પસાર થઈ જતાં કશુ હાથ લાગ્યું હોવાનું પણ જાણવા મળેલ છે.

બોરખડીપાસે...

બોરખડીખાતે આવેલી પીટીસી કોલેજમાં બીજા વર્ષમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. જે 24 ગતમીના રોજ ઘરે આવી હતી. જ્યાંથી 27મીના રોજ દર્શનાને બોરખડી મુકવા જવા માટે એક્ટિવા ગાડી નં (GJ-26P- 1070) પર યોગિતાબેન તેમજ દર્શના અને તેના નાનો ભાઈ પ્રિતેશ સાથે નીકળ્યા હતા. જે દરમિયાન વ્યારા તાલુકા ના બોરખડી ગામની સીમમાં હાઇવે પાસે સૌભાગ્ય હોટલની પાસેથી પસાર થતી વેળા રસ્તો ક્રોસ કરવા જતા એક ફોરવહીલ ગાડીએ અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દર્શનાનું સ્થળ પર મોતની પજ્યું હતું. જ્યારે યોગિતા અને પ્રિતેશને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયા હતા. જ્યાં મંગળવારના રોજ પ્રિતેશ ચન્દ્રસિંગ ગામીત (18)નું સુરત ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આજરોજ વ્યારાના પલાસિયા ગામે તેની અંતિમવિધિ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...