તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલીમાં ભરબપોરે મહિલાના ગળામાંથી ચેઈનની ચીલઝડપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં ભરબપોરે મહિલાના ગળામાંથી ચેઈનની ચીલઝડપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનાસ્વરવિલા ખાતે રહેતી મહિલા બપોરના સમયે શાસ્ત્રીરોડ પરથી સિનિયર સિટીઝન હોલ નજીકથી મોપેડ પર પસાર થતી હતી. ત્યારે સામેથી એક અજાણ્યો હેલ્મેટધારી ઈસમ મોટરસાઈકલ પર આવી મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ કરી ભાગી ગયો હતો. બૂમાબૂમ કરવા સાથે પીછો પણ કર્યો હતો. પરંતુ ઝડપ વધારી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ બારડોલીની સ્વરવિલા, સૃષ્ટી સોસાયટીમાં રહેતી બીનાબહેન અશોકભાઈ મણીલાલ ચાંપાનેરિયા મંગળવારે ગુરુપૂર્ણિમા હોવાથી ઘરકામ પતાવી બપોરના સમયે પોતાની પ્લેઝર મોપેડ નં (GJ19N-3471) પર સર્વોદય નગર ખાતે આવેલ શ્રી રંગ અવધૂત મંદિરમાં દર્શન કરવા નીકળી હતી. શાસ્ત્રીરોડ ક્રોસ કરી સિનિયર સિટીઝન હોલ નજીકથી 12.45 કલાકે પસાર થઈ રહી હતી ત્યારે સામે શીશુદીપ હોસ્પિટલ તરફથી હેલ્મેટ અને કથ્થઈ કલરનો રેઈનકોટ પહેરેલ અજાણ્યો ઈસમ મોટરસાઈકલ નજીક આવ્યો હતો. અને બીનાબેહનના ગળામાં પહેરેલ સોનાની ચેઈન પકડી એક આંચકો મારી ચીલઝડપ કરી પૂર ઝડપે સંસ્કૃતિ સોસાયટીના માર્ગ તરફ ભાગ્યો હતો. મહિલાએ ચોરચોરની બૂમો મારવા સાથે પ્લેઝર પર ચોરનો પીછો પણ કર્યો હતો. પરંતુ ચેઈન સ્નેચર ભાગી જવામાં સફળ રહ્યો હતો. બે વર્ષ પહેલા 1 તોલાની ચેઈન અને 3 ગ્રામનું પેંડલ ખરીદ્યુ હતું. અંદાજિત 20 હજારની કિંમતની ચેઈનની ચીલઝડપની ઘટના બનતાં બારડોલી પોલીસમાં ફરિયાદ આપતાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. સિનિયર સિટીઝન હોલના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.

લોકોએ પીછો કર્યો પણ, ચોર પુરપાટ બાઇક ચલાવી ભાગી છુટ્યો

શાસ્ત્રીરોડ પરથી સિનિયર સિટિઝન હોલ નજીકનો બનાવ

ચીલઝડપી જગ્યાએ તપાસ કરતી સ્થાનીક પોલીસ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો