તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યાના સંકેત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીનગરમાંથી પસાર કોયલી ખાડી ચોમાસુ સિઝન દરમિયાન નગરજનો માટે ખતરારૂપ સાબિત થાય તેવા સંજોગો હોવા છતાં પાલિકાતંત્ર અજાણ છે. રાજીવનગરથી હાઈવેના પુલ સુધી ખાનગી કંપનીના ખુલ્લા પ્લોટની કમ્પાઉન્ડવોલમાં તિરાડ પડી છે. જે ધોવાણ થતાં ધરાશાયીબને તેવો સંજોગો છે. અને આમ બને તો પુલમાંથી પાણી નીકળવામાં અવરોધ બની શકે. અને ખાડીનું પાણી બહાર નીકળી શકતા નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય તેવી સ્થિતનું નિર્માણ થઈ શકે તેમ છે. પાલિકાતંત્ર ગંભીરતા લઈ યોગ્ય આયોજન કરવાની જરૂર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

બારડોલી સુરત હાઈવે પર કોયલી ખાડીના પુલની બાજુમાં ખાનગી કંપનીની ખુલ્લી જગ્યા આવેલ છે. જગ્યા કોયલી ખાડીને અડીને આવેલ હોવાથી ખુલ્લી જગ્યાની ફરતે મોટી કમ્પાઉન્ડવોલ બનાવેલ છે. રાજીવ નગરમાં કમ્પાઉન્ડવોલના ખુણા સાથે કોયલી ખડીના પાણીનો પ્રવાહ ચોમાસુ સિઝન દરમિયાન અથડાતાં દિવાલમાં તિરાડ પડી છે. કોયલી ખાડીના કિનારેનું ધોવાણ થતાં દિવાલ ધાશાયી થતા તેવા સંજોગો છે. અન ચોમાસુ સિઝનમાં વધારે વરસાદ વરસતા કોયલી ખાડી ભરાય જતી હોય છે. અને આવા સમયે અકસ્માતે દિવાલ ધરાશાયી થતાં પુલ બંધ થઈ જતાં પાણી માટે રસ્તો બંધ થાય તો પાણી ગણતરીના સમયમાં નગરના નીચાણ વિસ્તારોમાં ભરાય શકે.

આવી સ્થિતિનું નિર્માણ થયા તો નગરજનોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે. પાલિતા તંત્ર હાલ સ્થિતિ અંગે અજાણ હોવાનું જાણવા મળેલ છે. ત્યારે સ્થિતિ અંગે ગંભીરબની ભવિષ્યમાં અકસ્માતની ઘટના સર્જાય તે પહેલ યોગ્ય આયોજન કરવાની જરૂર હોવાનું સ્થાનિકો માની રહ્યાં છે.

કોયલી ખાડી નજીક બનાવેલ દીવાલ જોખમી.

યોગ્ય નિવારણ કરવામાં આ‌વશે

^કોયલીખાડીના કિનારે કમ્પાઉન્ડવોલની દિવાલની પડેલી તિરાડ બાબતે જાણ કરી નથી. પરંતુ આવું હોય તો ગંભીર બાબત છે. બારડોલી નગરના નિચાણ વિસ્તારો પાણી અવરોધાય તો બાનમાં આવી શકે. અંગે રૂબરૂ મુલાકાત કરી યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. > ઉદેસિંગસેંગર, કારોબારીઅધ્યક્ષ બારડોલી ન. પા.

રાજીવ નગર પાસે કમ્પાઉન્ડ વોલ તૂટીને ખાડીમાં પડવાનો ભય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો