• Gujarati News
  • National
  • મગોબમાં રાજપૂત સમાજના તેજસ્વી તારલાનું સન્માન

મગોબમાં રાજપૂત સમાજના તેજસ્વી તારલાનું સન્માન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગોબમાંઆયોજિત એક કાર્યક્રમમાં રાજપૂત સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું.

મગોબના દક્ષિણ ગુજરાત ક્ષત્રિય (રાજપૂત) સંઘ અને સુરત જિલ્લા રાજપૂત યુવા સંગઠન દ્વારા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું મગોબમાં આયોજન કરાયું હતું . અતિથિ વિશેષ ઇન્દ્રસિંહ મહીડા, સીન્ડીકેટ સભ્ય ડો. મહેન્દ્ર સિંહ ચોહાણ તેમજ રાજશ્રીબેન ચોહાણના હસ્તે વિવિધ પારિતોષિકો આપી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરાયા હતા. જેમાં ધોરણ ૫થી ૧૨ તેમજ સ્નાતક અને ડીગ્રી મેળવેલ ૪૦૦ થી વધુ વિદ્યાર્થી જોડાયા હતા. જે રાજપૂત સમાજ માં શ્રેષ્ઠ સંગઠન નું ઉદાહરણ પૂરું પડ્યું હતું. સમાજ ના અભ્યાસુ વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન કરેલા પરિશ્રમ ને સમાજ દ્વારા જાહેર માં બિરદાવતા વિદ્યાર્થીઓ ના આત્મવિશ્વાસ માં પણ વધારો થયો હતો.

તેમજ આવનાર વર્ષોમાં સન્માનિત વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી બનાવી પરિવાર તેમજ રાજપૂત સમાજનું નામ રોશન કરે તેવી પ્રમુખ પ્રદ્યુંમનસિંહ ગોહિલે શુભેચ્છા પાઠવા હતી. જિલ્લા રાજપૂત સંગઠનના પ્રમુખ અમીશસિંહ ચાવડા તેમજ મહામંત્રી સુનીલ સિંહ ઠાકોર દ્વારા યુવા પાંખના નવા માળખાની પણ રચના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...