• Gujarati News
  • National
  • નાંદીડા અને ગંગાધરા ચોકડી પર મોડી રાત્રે વાહનચાલકો અટવાયા

નાંદીડા અને ગંગાધરા ચોકડી પર મોડી રાત્રે વાહનચાલકો અટવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાનાં દસ્તાન ગામમાંથી પસાર થતી સુરત ભુસાવલ રેલ્વે ટ્રેક પર ફાટક આવેલી છે જે જગ્યાએ હાલમાં ડબલ ટ્રેકની કામગીરી ચાલતી હોય દસ્તાન ફાટક બંધ કરવામાં આવી છે જે અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી કડોદરાથી પલસાણા તરફ અને નાંદીડાથી તેમજ ગંગાધરાથી વાહનોનું ડ્રાયવર્ઝન આપવામાં આવ્યું છે. જગ્યા ઉપર બેરીકેટ્સ ગોઠવી નાંદીડા તેમજ ગંગાધરા ખાતે પોલીસ બંદોબસ્ત ની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ મોડી રાત્રે બંને જગ્યાએ પોલીસનાં માણસો હાજર રહતા હોય વાહન ચાલકો સીધા દસ્તાન ફાટક નજીક પહોંચી જાય છે અને અગવડમાં મુકાય રહ્યા છે. ફાટક નજીક પહોંચતા ભારે વાહનોનાં ચાલકો પણ મુશ્કેલીમાં મુકાય રહ્યા છે.

પલસાણા તાલુકાનાં દસ્તાન ગામમાથી સુરત ભૂસાવલ રેલ્વે લાઇન પસાર થાય છે અને બારડોલીથી સુરત જતો રોડ દસ્તાન ટ્રેક ઉપરથી હોય જગ્યાએ ફાટક આવેલી છે. હાલમાં ઉધનાથી જલગાવ રુટ ઉપર રેલ્વે ટ્રેક ડબલ કરવાની કામગીરી ચાલીરહી છે, જેને લઈ હાલમાં દસ્તાન ફાટક ઉપર ડબલ ટ્રેક બેસાડવામાં આવી રહ્યા છે. કામગીરીને લઈ ફાટક 14જુલાઇ થી 28જુલાઇ સુધી રેલ્વે ક્રોસિંગ નંબર 17(દસ્તાન )બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મુદત 1લી ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી હતી અને દરમ્યાન સુરત બારડોલી પરનો વાહનવ્યવહાર પલસાણા થઈ એના ગંગાધરા થઈ આવવા જવા માટે ડ્રાયવર્ઝન આપવામાં આવ્યું હતું માટે બારડોલી પોલીસે નાંદીડા ચોકડી અને પલસાણા પોલીસે ગંગાધરા ચોકડી ખાતે બેરીકેટ્સ ગોઠવ્યા હતા.અને ટ્રાફિક બ્રિગેડ તેમજ હોમગાર્ડ અને પોલીસને ટ્રાફિકની કામગીરી માટે ગોઠવ્યા હતા.

જોકે મોડી રાત્રે 10વાગ્યાબાદ નાંદીડા તેમજ ગંગાધરા ખાતે ટ્રાફિક નિયમનની જવાબદારી સંભાળતા માણસો હજાર રહતા હોય વાહનો પલસાણા તરફ વળવાની જગ્યાએ સીધા દસ્તાન ફાટક સુધી પહોંચી જાય છે જેને લઈ વાહન ચાલકો અગવડ માં મુકાય છે રોડ ઉપર અન્ય રાજ્ય માથી પણ ભારે વાહનો આવતા હોય તેવા વાહનચાલકો ખાસ અગવડમાં મુકાય રહ્યા છે. મોડી રાત્રે ગાયબ થતાં જવાનોને લઈ બન્ન જગ્યાએ મોટી સમસ્યા ઊભી થઈ છે.

અમને ડાઈવર્ઝન અંગે જાણ નથી

^અમને ડ્રાયવર્ઝન અંગે જાણ નથી અમે બીજા રાજ્યોમાંથી આવીએ છીએ આગળ બે જગ્યાએ બેરીકેટ્સ હતા પણ રોકવાવાળું કોઈ હતું જેથી ટ્રક ફાટક સુધી લઈ આવ્યા હવે અહીં આવીને ખબર પડી કે ફાટક બંધ છે. વાહન વળાવવું પણ મુશ્કેલ છે. > રાજૂભાઈપાટીલ, ટ્રકચાલક, મહારાષ્ટ્ર

ભાસ્કર લેટનાઇટ

ધુલિયા હાઈવે પર આવેલા બારડોલીમાં નાંદિડા ચોકડી પર મોડી રાત્રે વાહનચાલકો ફસાઈ રહ્યાં છે.

વાહનચાલકો દસ્તાન રેલવે ફાટક પાસે પહોંચે છે

ડ્રાયવર્ઝનની જવાબદારી સંભાળતા જવાનો ગાયબ

અન્ય સમાચારો પણ છે...