તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભરકાદેવી આઇસ્ક્રીમની ફેક્ટરીમાં રખડતાં ઉંદર, પાણીમાં લીલ મળી

ભરકાદેવી આઇસ્ક્રીમની ફેક્ટરીમાં રખડતાં ઉંદર, પાણીમાં લીલ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાનાં બગુમરા ગામે લગ્નપ્રસંગમાં જમવા માટે બારડોલીની ભરકાદેવી આઇસ્ક્રીમ પાર્લરમાંથી લાવવામાં આવેલ ક્રીમ સલાડમાંથી મરેલો ઉંદર નીકળવાની ઘટના બાદ મુખ્યમંત્રી કાર્યાલય અને જિલ્લા કલેકટરે આબાબતે બારડોલી નગરપાલિકાને તપાસનો હુકમ કરતાં નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગની ટીમે આજ રોજ ભરકાદેવી આઇસ્ક્રીમ પાર્લરના ગોડાઉન પર દરોડા પાડી તપાસ કરતાં ગોડાઉનમાં રખડતા ઉંદર નજરે પડ્યા હતા. અને પાણીની ટાંકીમાં લીલ મળી આવી હતી.

બગુમરા ગામે લગ્નપ્રસંગમાં જમણવાર માટે બારડોલીની ભરકાદેવી આઇસ્ક્રીમ પાર્લર માંથી લાવવામાં આવેલ ક્રીમ સલાડમાંથી મરેલો ઉંદર નીકળવાની ઘટના બાદ ગ્રામજનોએ અનેક જગ્યાએ લેખિત ફરિયાદ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મૃત ઉંદરના નમૂના લીધા હતા. જ્યારે અંગે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરાય હતી. જેથી ગાંધીનગર અને સુરત કલેક્ટર ઓફિસ ખાતેથી બારડોલી નગરપાલિકાને ભરકાદેવી આઇસ્ક્રીમ પાર્લર ખાતે જઇ તપાસ કરવાનો હુકમ કરતાં બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિજય પરીખ, આરોગ્ય અધિકારી રાજેશ ભટ્ટ તથા તેમની ટીમે શુક્રવારના રોજ ભરકાદેવી આઇસ્ક્રીમ પાર્લરના ગોડાઉનમાં તપાસ શરૂ કરી હતી. જેમાં રખડતા ઉંદરો નજરે પડ્યા હતા. જેથી આરોગ્ય વિભાગની ટીમે અંગે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી હતી. ઉપરાંત ગોડાઉનમાં ઉપયોગમાં લેવાતા પાણીની ટાંકીમાં પણ ગંદકી મળી આવી હતી જે અંગે પણ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી હતી. જેમાં ફેક્ટરી સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હતી.

ભરકાદેવી આઈસ્ક્રીમમાં પાલિકાની ટીમ ચેકિંગમાં ગઈ હતી, ગોડાઉનમાં ઉંદર તેમજ પાણીની ટાંકીમાં લીલની સાથે તકેદારીનો અભાવ દેખાયો હતો.

સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી

જેજગ્યાએ આઇસ્ક્રીમ અને અન્ય ખાદ્ય સામગ્રી બને છે અને સંગ્રહ કરવામાં આવે છે તેવી જગ્યાએ ઉંદર ફરતા જણાયા હતા. સ્વાભાવિક અનેક ફ્રેંચાઇઝી ઉપર આઇસ્ક્રીમ તથા અન્ય ખાદ્ય સામગ્રી પહોંચાડતી ભરકાદેવીમાં તકેદારી રાખવામા આવતી હોવાનું બહાર આવ્યું છે.

ફેક્ટરીમાં સ્વચ્છતાનો અભાવ જણાયો

^કલેક્ટર ઓફિસમાંથી આવેલ પત્રના આધારે આજરોજ ભરકાદેવી આઇસ્ક્રીમ પાર્લરની ફેક્ટરીમાં તપાસ કરતાં પાણીમાં લીલ જણાય આવી છે અને ઉંદર પણ રખડતા નજરે પડ્યા છે તે અંગે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવશે. > વિજયપરિખ, ચીફઓફિસર, બારડોલી નગરપાલિકા

નગરપાલિકાના ચીફ ઓફિસરે ગોડાઉન પર દરોડા પાડ્યા

અન્ય સમાચારો પણ છે...