તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંકાનેરમાં પાઈપલાઈનની કામગીરીમાં વેઠ ઉતારાતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ

વાંકાનેરમાં પાઈપલાઈનની કામગીરીમાં વેઠ ઉતારાતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલીતાલુકાના વાંકાનેર ગામે ગટરલાઈનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારતા શુક્રવારે ગ્રામજનોએ કામ અટકાવ્યું હતું. અને વિરોધ કર્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરે ગ્રામજનોની પણ અવગણા કરી કામ ચાલુ રાખતા મામલો ઉગ્ર બની ગયો હતો. જોકે, કામ ટીએસકે એસ્ટીમેન્ટ વગર શરૂ કર્યુ હોવાનું અને તાલુકા પંચાયતના અધિકારીઓ પણ અજાણ હોવાનું જણાવ્યું હતું.

વાંકાનેર ગામે પારડી ગામને જોડતા માર્ગ પર માહ્યવંશી મહોલ્લાથી કુંભારવાડના રસ્તે છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટરની સમસ્યા સતાવતી હતી. જેથી 13મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખુલ્લી ગટરના પાઈપલાઈન કરવાનું નક્કી કર્યુ હતું. શુક્રવારે કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી હતી. જેમાં ખુલ્લી ગટરમાં પાઈપ નાંખી કામ શરૂ કર્યુ હતું. જોકે, પાઈપલાઈન રોડના લેવલે રહેતા સમસ્યાનું નિરાકારણ થાય તેવા કોઈ સંજોગ જણાતા ગ્રામજનોએ કામ અટકાવ્યું હતું. પાઈપલાઈનની કામગીરીમાં સ્પષ્ટ વેઠ ઉતારવામાં આવતી હોવાનું જમાવ્યું હતું. જોકે, ગ્રામજનોના વિરોધ હોવા છતાં કોન્ટ્રાક્ટરે કામ ચાલુ રાખતા લોકો પણ શક થઈ ગયા હતાં. સંપૂર્ણ કામ નીતિનિયમ વગર કરતાં જોવા મળ્યું હોવા છતાં તાલુકા પંચાયત અધિકારીઓ સંપૂર્ણ સ્થિતીથી અજાણ હોવાનો ડોળ કર્યો હતો. પાઈપો ખોદકામ કે નીચે કોઈ પણ જાતના રેતીના ગ્રાવલનું કામ કરવા વગર ગોઠવવામાં આવ્યા હતાં. જોકે, પાઈપલાઈનની કામગીરી અંગે ટીએચ કે એસ્ટીમેન્ટ વગર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી અને એસઓએ કામ ચાલુ કરવા બાબતે કોઈ જાણ કરવામાં નથી આવી. પોતે અજાણ હોવાનું જણાવતાં રેઢીયાળ વહીવટ થતો હોવાનું બહાર આવ્યું હતું. તાલુકા પંચાયતના શાસકો તેમજ જિલ્લા પંચાયતના વાંકાનેર બેઠકના સભ્ય એવા વિકાસલક્ષી કામો અંગે ગંભીરતા દાખવી ગુણવત્તા બાબતે પણ સક્રીયતા દાખવે જરૂરી છે. જેથી ગ્રામજનોને યોગ્ય સુવિધા મળી શકે.

TS વગર શરૂ થયેલું કામ ગેરકાયદે

^વાંકાનેર ગામે પાઈપલાઈનની કામગીરી ટીએચ વગર શરૂ કરવામાં આવી હોય તો નિયમ વિરુદ્ધ છે. પહેલા ટીએસ તૈયાર કરવાની હોય છે. ત્યારબાદ કામ શરૂ કરવાનું હોય છે. બપોર પછી સ્થળ વિઝીટ કરી જે કાર્યવાહી કરવાની થતી હોય તે કરીશ. > આર.ડી. પટેલ, તાલુકાવિકાસ અધિકારી, બારડોલી

ઉતાવળે પૈસા વાપરી નાખવા સુચના મળી હતી

^13મા નાણાપંચની ગ્રાન્ટના પૈસા વપરાયા હોવાથી તાલુકા વિકાસ અધિકારીએ માર્ચ પહેલા ઉતાવળે પૈસા વાપરી નાંખવા સૂચના આપી હતી. જેથી કોન્ટ્રાક્ટરે મંજૂરી વગર પાઈપલાઈનની કામગીરી કરી હોવા છતાં પંચાયતે અટકાવી હતી. > કમલેશદાવડા, તલાટીકમ મંત્રી, વાંકાનેર

માપણી બાદ ટીએસ બનાવી દેવશેે

^કોન્ટ્રાક્ટરે ટીએસ વગર કામ શરૂ કર્યુ છે. અગાઉ કામ ચાલુ કરવાનું હોવાનું કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું. પરંતુ ચાલુ કર્યુ જે અંગે મને કોઈ જાણ કરવામાં આવી નથી. જોકે, કામ પૂર્ણ થતાં તેની માપણી બાદ ટીએસ બનાવી દેવામાં આવશે. > જયંતીભાઈમકવાણા, મદદનીશઈજનેર, બારડોલી તાલુકા પંચાયત

કામગીરી અટકાવવા ગયેલા ગ્રામજનોને કોન્ટ્રાક્ટરોએ દાદ આપતા માહોલ તંગ

કામમાં વેઠ |કોન્ટ્રાક્ટરે ટી એસ વગર કામ શરૂ કરાતા ગ્રામજનો રોષે ભરાયા

વાંકાનેર ગામે થઈ રહેલી પાઈપલાઈન.

અન્ય સમાચારો પણ છે...