તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જોળવા પાસે બે રાહદારીને બાઇકે અડફેટમાં લેતા 1નું મોત

જોળવા પાસે બે રાહદારીને બાઇકે અડફેટમાં લેતા 1નું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના જોળવા પાટિયા નજીક રસ્ત પર એક અજાણ્યો મોટરસાઈકલ પૂરપાટે હંકારી આવી કાકા ભત્રીજાને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન કાકાનું મોત નીપજ્યું હતું.

મૂળ પંચમહાલ જિલ્લાના અને હાલ હલધરુગામે શિવ સાગર સોસાયટી પાસે પડાવમાં રહેતા મંગલસિંગ છગનભાઈ બારિયા અને તેમના કાકા છનાભાઈ બારિયા બંને જોળવા પાટિયાથી ગામમાં જવાના રસ્તા પર શ્રીરામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની બહાર રોડ પર સોમવારે સાંજના સમયે પસાર થતા હતાં સમયે એક અજાણ્યો મોટરસાઈકલ ચાલક પૂરપાટે હંકારી આવી બંને કાકા ભત્રીજાને અડફેટે લીધા હતાં. અકસ્મતામાં બંનેના શરીરે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન છનાભાઈનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના બંને ઇસમો હલધરૂમાં રહી મજૂરી કરતા હતા

અન્ય સમાચારો પણ છે...