તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મંદિરેથી આવતા બે માસી ભાઈને અકસ્માત નડ્યાે, અેકનું મોત

મંદિરેથી આવતા બે માસી ભાઈને અકસ્માત નડ્યાે, અેકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના નિયોલ ગામની સીમમાં મંદિરથી દર્શન કરીને આવતાં મોટરસાઈકલ પર પરત ફરતાં બે યુવાનોને સામેથી એક અજાણ્યો મોટરસાઈકલ ચાલક પૂરપાટ હંકારી આવી અડફેટ લેતા અકસ્માત થયો હતો. જેમાં બંને યુવાનોને શરીરે ઈજા થઈ હતી. જેમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના નિયોલ ગામે ગીરનાર ફળિયામાં રહેતા જિગ્નેશ શંકરભાઈ રાઠોડ (18)ના ઘરે સુરતના ભાઠેના ખાતે રહેતી માસી ભાનુબહેનોનો 11 વર્ષીય દીકરો જય મુકેશભાઈ રાઠોડ ત્રણેક દિવસથી ઘરે આવ્યો હતો. મંગળવારના રોજ બપોરના સમયે મેસ્ટ્રો મોટરસાઈકલ નં (GJ-05MD-2701) લઈ જિગ્નેશ અને જય બંને ભાઈઓ મામદેવ મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી પરત ઘરે ફરતાં હતાં. સમયે નિયોલ ગામની સીમમાં વાંકાનેડા જતાં માગ પર સામેથી એક અજાણ્યો ચાલક એવેન્જર મોટરસાઈકલ પૂરપાટે હંકારી આવી મેસ્ટ્રો મોટરસાઈકલને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેાં જિગ્નેશ અને જય બંને માર્ગ પર પટકાયહતાં. જેમાં જય રાઠોડનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે જિગ્નેશ રાઠોડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અજાણ્યા મોટરસાઈકલ ચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો. હકીકત અંગે કડોદરા પોલીસમાં ફરિયાદ આપતાં ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.

નિયોલની સીમમાં અજાણ્યા વાહને બાઇકને અડફેટમાં લીધી

અન્ય સમાચારો પણ છે...