તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી પાલિકાએ 7 માસમાં 44.21% વેરો વસૂલ્યો

બારડોલી પાલિકાએ 7 માસમાં 44.21% વેરો વસૂલ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરપાલિકામાં વેરા વસૂલાતની કામગીરી ઓછા સ્ટાફ સાથે ચાલી રહી છે. તેમ છતાં સાત માસમાં 44.21 ટકા રિકવરી મેળવી છે. વેરા વસૂલાતમાં નગરજનોએ પણ સમય કરતાં વહેલો વેરો ભરવાના દશ ટકા રિબેટનો લાભ મેળવવામાં આગળ રહયા છે. 13.35 લાખ રૂપિયા રિબેટ મેળવ્યું છે. 5.60 કરોડના માંગણા સામે 2.47 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

બારડોલી નગરપાલિકા વર્ષ 2017-18માં એપ્રિલ માસથી વેરા વસૂલાતની કામગીરી માટે અગ્રેસર રહી છે. વેરા વિભાગમાં સ્ટાફનો અભાવ છે. જેથી ઓછા સ્ટાફે પણ આયોજન સાથે માંગણાની વસૂલાત શરૂ કરી હતી. ગત વર્ષ 5.20 કરોડના માંગણા સામે સાત માસમાં 45 ટકા વસૂલાત કરી હતી. જ્યારે ચાલુ વર્ષમાં ઓછા સ્ટાફ વચ્ચે પણ 44 ટકા રિકવરી મેળવી છે. ગત વર્ષ દરમ્યાનનો ઘરવેરો, દીવાબત્તી વેરો, પાણીવેરો, ગટરવેરો, શિક્ષણઉપકરણ અને સફાઈવેરામાં કુલ 70.56 લાખની વસૂલાત બાકી હતી. અને ચાલુ વર્ષના 4.89 કરોડ મળી કુલ 5.60 કરોડના માંગણાની વસૂલાત હાથ ધરાઇ હતી. જેમાં પાછલી બાકીની 32.46 લાખ રૂપિયાની વસૂલાત કરી છે. 46 ટકા જૂની વસૂલાતમાં રિકવરી મેળવી છે. જ્યારે ચાલુ વર્ષમાં સાત માસમાં 2.15 કરોડ રૂપિયાની વસૂલાત કરી 43 ટકા રિકવરી મેળવી છે. કુલ 2.47 કરોડ રૂપિયા કુલ માંગણાની વસૂલાત કરી લીધી છે. વર્ષના અંત સુધીમાં 90 ટકાથી વધુ વસૂલાત કરવાનો લક્ષ્ય સાથે કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યુ હતું. સમય અવધિ પહેલા માંગણું ભરી જવાથી 10 ટકાની યોજનામાં પણ નગરજનોએ ફાયદો ઉઠાવ્યો છે. 13.35 લાખનું વળતર પાલિકાએ આપ્યું છે. વેરા વિભાગે સાત માસમાં વસૂલાતની સારી કહી શકાય એવી કામગીરી કરી છે.

પ્રકાર પાછલી બાકી ચાલુ વર્ષ કુલ માંગણું

ઘરવેરો30,15,104 2,99,88,877 3,30,03,981

દીવાબત્તીવેરો 3,67,300 15,51,750 19,19,050

પાણીવેરો 19,60,565 72,96,000 92,56,565

ગટરવેરો 8,80,880 49,56,000 58,36,880

શી.ઉપકરણ3,40,740 30,88,495 34,29,235

સફાઈવેરો 4,91,960 20,69,000 25,60,960

કુલ70,56,549 4,89,50,122 5,60,06,671

પાલિકાનું ચાલુ વર્ષનું કુલ માંગણું

સમય કરતાં વહેલો વેરો ભરનારાને પ્રોત્સાહિત કરવા10 ટકા લેખે 13.35 લાખ રૂપિયા રિબેટ આપ્યું

વેરાની વસૂલાત | પાલિકા દ્વારા 7 માસની અંદર 5.60 કરોડના માંગણાં સામે 2.40 કરોડ વસૂલ્યા

અન્ય સમાચારો પણ છે...