તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાંદીડા નજીક વાહન અડફેટે બે રાજસ્થાની યુવકનાં મોત

નાંદીડા નજીક વાહન અડફેટે બે રાજસ્થાની યુવકનાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના નાંદીડા ચાર રસ્તા ખાતે બે યુવાનો મોટરસાયકલ પર રાત્રે પસાર થતા હતા. ત્યારે એક અજાણ્યો વાહન ચાલાક પુરપાટ હંકારી આવી મોટર સાઈકલને અડફેટે લેતા અકસ્માત થયો હતો.જેમાં બંને યુવાનોને ગંભીર ઇજા થવાથી સ્થળ પર મોત નીપજ્યું હતું. જે બારડોલી પોલીસમાં અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

અકસ્માતની ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ બારડોલી નગરની માનસી રેસીડન્સી માં રહેતા અને મૂળ રાજસ્થાનના છગનભાઇ હિરલાલજી કુમાવતના ઘરે વતન માંથી બે યુવાનો સંજય શંભુલાલ ઝાટ(18) અને સરવણ સિંહ ભવર સિંગ રાણાવત(18) થોડા દિવસ પહેલા આવ્યા હતા. જે અહીં નોકરીની શોધ કરતા હતા.

રવિવારના રોજ પલસાણા ખાતે કાર્યક્રમમાં રાત્રે બંને યુવાનો મોટરસાયકલ નંબર (GJ- 19- 3915) પર ગયા હતા. ત્યાંથી મોડી રાત્રે પરત બારડોલી ઘરે પરત ફરતા હતા. રાત્રે 2 વાગ્યાના અરસામાં નાંદીડા ચાર રસ્તા ખાતે રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે એક અજાણ્યો વાહન ચાલક પુરપાટ હંકારી આવી મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં બંનેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી બંનેના સ્થળ પર મોત નીપજ્યું હતું. હકીકત અંગે બારડોલી પોલીસમાં અજાણ્યા વાહન ચાલાક વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

બારડોલીમાં રહેતા યુવકો પલસાણાથી બાઇક લઈ પરત ફરતા હતા ત્યારે અજાણ્યા વાહને અડફેટમાં લીધા

અન્ય સમાચારો પણ છે...