તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PMની સભામાં આવેલા ઘણા લોકો પાસ મળતાં પરત ફર્યા

PMની સભામાં આવેલા ઘણા લોકો પાસ મળતાં પરત ફર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરાનાઅકળામુખી હનુમાનજી મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ભાગ લેવા બપોરથી લોકો પહોંચ્યા હતાં. પરંતુ મોદીને સાંભળવા આવેલા લોકો પાસે પાસ હોવાથી સભામાં પ્રવેશ અપાતા ઘણાને પરત ફરવું પડ્યું હતું. અને પાસ બાબતે ચકમચ પણ થતી જોવા મળી હતી. જોકે, ભાજપના પદાધીકારીઓએ દરમિયાનગીરી કરી લોકોએ સભા મંડપમાં પ્રવેશ અપાવ્યો હતો.

પીએમની જાહેરસભાનો સમય પાંચ વાગ્યાનો હતો, પરંતુ લોકો નરેન્દ્ર મોદીની સાંભળવા બપોરના સમયથી સભા સ્થળે આવી ગયા હતાં. પરંતુ મંડપમાં પ્રવેશ માટે ઘણા લોકો પાસે પાસ હોવાથી પ્રવેશ અપાતા ઘણાને ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો. મંડપમાં પ્રવેશવાના મુદ્દે લોકો અને કાર્યકરો વચ્ચે ચકમચ માહોલ ગરમાયો હતો. પરંતુ પોલીસ અને ભાજપના પદાધિકારીઓએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો

અન્ય સમાચારો પણ છે...