• Gujarati News
  • National
  • દારૂ પીવા પૈસા નહીં મળ્યા તો યુવકે ઝેર પી લીધું!

દારૂ પીવા પૈસા નહીં મળ્યા તો યુવકે ઝેર પી લીધું!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાનદી પાર ફળિયામાં રહેતા એક શ્રમજીવીએ દારૂ પીવા નહિ મળતા ઝેરી દવા પી ને જીવન ટૂંકાવી દીધું હોવાનો બનાવ નોંધાયો છે.

બારડોલીના નદીપાર ફળિયામાં રહેતા પ્રકાશભાઈ મંગાભાઈ રાઠોડ છૂટક મજૂરી કરી જીવનગુજરાન ચલાવતા હતા. પ્રકાશભાઈને દારૂ પીવાની કુટેવ હતી અને દારૂ મળે તો એમની સ્થિતિ બગડી જતી હતી.મંગળવારે દિવસ દરમિયાન પણ એને દારૂ પીવાની તલપ લાગી હતી પરંતુ એને દારૂ મળ્યો હતો. પ્રકાશભાઈને દારૂ નહિ મળતા નજીક આવેલ રાજુભાઈના ખેતરમાં જઈ કોઈક ઝેરી દવા ગટગટાવી દીધી હતી.આ અંગે પરિવારજનોને જાણ થતાં એને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈનું મૃત્યું નીપજ્યું હતું.

બનાવ અંગે નીતાબેન પ્રકાશભાઈએ બારડોલી પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

દારૂની તલપે બારડોલીના શ્રમિકનો ભોગ લીધો

અન્ય સમાચારો પણ છે...