• Gujarati News
  • National
  • જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન ભુસાવણ દ્વારા ડો. આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે વકતૃત્ત્વ સ્પર્ધા યોજાઇ

જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન ભુસાવણ દ્વારા ડો. આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે વકતૃત્ત્વ સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીતાલુકાની ભુવાસણ ઝાંખરડા સ્થિત જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન ૨૦૦૯થી બારડોલી વિસ્તારમાં શૈક્ષણિક તથા સામાજિક ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. સંસ્થાન દ્વારા ડીસેમ્બર ના રોજ ભુવાસણ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરનો નિર્વાણ દિન ઉજવવામાં આવશે. જે અંતર્ગત સરભોણ હાઈસ્કૂલમાં ડો. બાબાસાહેબ આંબેડકર વિશે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરભોણ હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન ના દાતા તથા સરભોણ હાઇસ્કૂલ રીટાયર્ડ આચાર્ય શશીકાંત પટેલ, જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાનના ઉપપ્રમુખ નરેશભાઈ મહ્યાવાંશી અને સહમંત્રી હેમાંન્સુભાઈ માહ્યાવંશી હાજર રહ્યા હતા. જેમાં ધોરણ ૫થી ૮ની કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા શાહ મોક્ષ (ધો.૬), દ્વિતીય ક્રમે વિજેતા માહ્યાવંશી ક્રિષ્ના (ધો-૮), તૃતીય ક્રમે વિજેતા માહ્યાવંશી વિધિ (ધો-૫), ધોરણ ૯થી ૧૦ની કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા માહ્યાવંશી ધારા (ધો-૯), દ્વિતીય ક્રમે વિજેતા વળવી ઉષા (ધો-૯), તૃતીય ક્રમે વિજેતા ગુપ્તા પ્રિયા (ધો-૧૦) અને ધોરણ ૧૧થી ૧૨ની કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા શાહ વિધિ (ધો-૧૨), દ્વિતીય ક્રમે વિજેતા ગુપ્તા ભૂમિ (ધો-૧૨), તૃતીય ક્રમે ગામીત પ્રિય (ધો-૧૧) વિજેતા બન્યા હતા. જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા વિજેતા થનાર વિધ્યાર્થીઓને તટ્રોફી તથા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. આચાર્ય પ્રફુલભાઈ પટેલ દ્વારા સંસ્થાનનો આભાર વિધાર્થીઓ ને રીતે પ્રોત્સાહન આપવા માટે આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...