• Gujarati News
  • National
  • જોળવામાં ગરમ તેલની કડાઈ પર પડી જતાં બાળક દાઝ્યો

જોળવામાં ગરમ તેલની કડાઈ પર પડી જતાં બાળક દાઝ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના જોળવા ખાતે એક સાત વર્ષનો બાળક રમત રમતમાં ઘરમાં રસોઈ બનાવવા મુકેલી ગરમ તેલની કડાઈમાં પડી જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. બાળક બરડાના ભાગે ગંભીર રીતે દાઝી દાઝી જવાને કારણે તેને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યા હાલ બાળક સારવાર હેઠળ છે.

ઘટના અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જોળવા ગામે નક્ષત્ર સોસાયટીમાં રહેતો સાત વર્ષીય અર્પિત અરૂણભાઈ શાહ ગુરુવારે સવારના સમયે આઠ વાગ્યે ઘરમાં હતો. રસોડામાં માતા પ્રીતિબહેન શાહ કઢાઈમાં ગરમ તેલમાં પુરી બનાવી રહી હતી. સમયે અર્પિત શાહ કઢાઈ પાસે પસાર થતો હતો તે દરમિયાન અચાનક કઢાઈમાં પડી ગયો હતો. જેના કારણે બરડાના ભાગે દાઝી ગયો હતો.

તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 20થી 25 ટકા દાઝી ગયો છે. અને હાલ ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

ઘાયલ બાળકને હોસ્પિટલ ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...