• Gujarati News
  • National
  • પલસાણા ચાર રસ્તાથી 32 હજારના વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ

પલસાણા ચાર રસ્તાથી 32 હજારના વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાચાર રસ્તા પાસેથી 641 નંગ વિદેશી દારૂની બોટલ સાથે મહિલાઓ ઝડપાઈ હતી. પલસાણા પોલીસે 32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા નેશનલ હાઈવે નં-8ના સર્વિસ રોડ ઉપર મહિલા શાંતા દિનુભાઈ ભૂરિયા (38), મંજૂ મહેશભાઈ ભૂરિયા (30), મશીલા પરેશભાઈ ભૂરિયા (22), ગીતાબહેન સંજયભાઈ ડામોર (29), શારદાબહેન રાયસિંગભાઈ ડામોર (30), રેખાબહેન સુનિલભાઈ પરમાર (24) (તમામ રહે. હાલ. પરવટ પાટિયા, ખુલ્લા પડાવમાં, રોડ ઉપર. મૂળ રહે. દાહોદ જિ. પંચમહાલ)ને પકડી લઈ તેમની પાસેથી થેલામાં પરપ્રાંત બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાંડની 641 બોટલ 32050નો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...