• Gujarati News
  • સવા વર્ષની બાળકી રૂમમાં લોક થઈ લાશ્કરોને બોલાવવા પડ્યા

સવા વર્ષની બાળકી રૂમમાં લોક થઈ લાશ્કરોને બોલાવવા પડ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરના સરદાર ચોકમાં શુક્રવારની સવારે એક સવા વર્ષની માસૂમ બાળા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દેતા પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતાં. તાત્કાલિક બારડોલી નગરપાલિકાની ફાયર વિભાગને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ અભિયાન શરૂ કરવા પહેલા અચાનક બાળાએ દરવાજાનો લોક ખોલી નાંખી બહાર આવી હતી. આથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો, પણ લોકોના મોઢા પર રાહત જણાઈ હતી.

બારડોલી નગરના સરદાર ચોકમાં રહેતા સ્મીતભાઈ શાહના ઘરે નીચે દુકાન અને ઉપર પરિવાર સાથે રહે છે. શુક્રવારે સવારે બેડરૂમમાં સવા વર્ષની માસૂમ બાળા સ્વરા એકલી સૂતી હતી. પરિવારના સભ્યો પોતપોતાના કામમાં હતાં. સાડાદશ વાગ્યે માસૂમ બાળા ઉઠી ગઈ હતી અને દરવાજા ખોલવાની જગ્યાએ અંદરથી લોક કરી દીધો હતો. માસૂમબાળા દરવાજો ખુલતા રડવાનું શરૂ કર્યુ હતું.

આથી પરિવારના સભ્યો દોડી આવ્યા હતાં. અને દરવાજો ખોલવા જતા અંદરથી બંધ આવ્યો હતો. ઘણો પ્રયાસ પછી પણ દરવાજો ખુલતાં પરિવારના સભ્યો પણ ડરી ગયા હતાં. તાત્કાલિક બારડોલી નગરપાલિકના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર અધિકરી પી. બી. ગઢવી અને સ્ટાફ તાત્કાલિક પહોંચી માસૂમ બાળાને બંધ રૂમમાંથી કાઢવા માટેની તૈયારી શરૂ કરી હતી, પરંતુ અચાનક બાળકીએ અંદરથી લોક ખોલી નાંખી બહાર આવ ગઈ હતી. બાળકીને જોતા માત્ર થોડી ક્ષણ માટે એક દરવાજાની આડાશ વચ્ચે પરિવારજનો અલગ રહ્યાં બાદ માસૂમ સાથે ભેટો થતા પરિવાર ગદ્દગદીત થઈ ગયું હતુ. બાળક બહાર આવતાં દુખી પરિવારના મો પર સ્મીત ફરકી ગયું હતું. બનાવને પગલે બારડોલીમાં લાશ્કર સહિત સ્થાનિક તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જો કે બાળકી હેમખેમ બહાર આવી જતાં લોકોમાં હાશકારો થયો હતો.

બાળકી જાતે બહાર આવતાં પરિવારે હાશકારો અનુભવ્યો

બારડોલીમાં મમાં બંધ થયેલ દોઢ વર્ષીય બાળાને