• Gujarati News
  • બારડોલીનગરની મધ્યમાંથી વહેતી કોયલી ખાડીની સફાઈ કામગીરી પાલિકાના આરોગ્ય

બારડોલીનગરની મધ્યમાંથી વહેતી કોયલી ખાડીની સફાઈ કામગીરી પાલિકાના આરોગ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલીનગરની મધ્યમાંથી વહેતી કોયલી ખાડીની સફાઈ કામગીરી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે શરૂ કરી છે. ખાડીમાં ગંદુ પાણી વહેતું હોવાથી મચ્છરોનો ઉપદ્રવને નાથવા સફાઈ બાદ દવાનો છંટકાવ પણ શરૂ કર્યો છે. સાથે રાત્રિ દરમિયાન ફોગિંગ મશીન પણ ચાલુ કર્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

બારડોલી નગરમાં એમએન પાર્કથી શરૂ થતી કોયલી ખાડી મધ્યમ વિસ્તારમાંથી વહી સુરતી ઝાંપા થઈ મીંઢોળા નદીમાં જાય છે. ખાડીમાં અમૂક સોસાયટીનું ડ્રેનેજનું પાણી ભળતું હોવાથી ખાડી ગંદી બની જાય છે. જેને સમયાંતરે સફાઈ ખુબ જરૂરી છે. પાલિકાનું આરોગ્ય વિભાગ સફાઈ કામગીરી તકેદારી રખાતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવને અટકાવવામા મોટી સફળતા મળતી નથી.

તાજેતરમાં નગરમાં વધી રહેલા મચ્છરોનો ઉપદ્રવને ધ્યાનમાં રાખી પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર રાજેશ ભટ્ટની દેખરેખ હેઠળ કોયલી ખાડીનું સફાઈ અભિયાન શરૂ કર્યુ છે. એમએન પાર્કથી ખાડીની સફાઈ શરૂ કરી છે. જેમાં ઝાડી ઝાંખરાથી માંડી, પ્લાસ્ટિક કચરો ભેગો થઈ ગયો હોત બહાર કાઢી ખાડીની સફાઈ કામગીરી કરવામાં આવી છે. જનતા સોસાયટીના નાકા સુધી સફાઈ કામગીરી પૂર્ણ કરી છે. સફાઈ બાદ જંતુનાશક ડીડીવીપી પાઉડરનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

પાલિકાના આરોગ્ય વિભાગને ચોમાસુ સિઝન સુધીમાં ખાડીની સફાઈ બાબતે સજાગતા દાખવે અને સફાઈ કામગીરી કરવામાં આવે તો કદાચિત નગરમાં મચ્છરના ઉપદ્રવને વધતો અટકાવી શકશે.