• Gujarati News
  • નિયોલમાં 1.68 લાખના દારૂની કાર ઝડપાઇ

નિયોલમાં 1.68 લાખના દારૂની કાર ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી : પલસાણાનાંનિયોલ ગામની સીમમાં સેઢાવ ત્રણ રસ્તા પરથી ઇગ્લીંશ દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી કડોદરા જીઆઇડીસી પોલીસને મળી હતી.જે આધારે બુધવારે હેકો જયંતિભાઇ,પોકો દિપક સહિત વોચ ગોઠવતા એક આઇ ટ્વીન્ટી કાર પૂરપાટે હંકારી આવી પોલીસને જોતા કાર થોભાવી રીવર્સ મારવાનો પ્રયત્ન કરતાં બાજુનાં ખાડામાં પલ્ટી મારી ગઇ હતી. અને કારનો ચાલક પણ પોલીસ આવે પહેલા ભાગી ગયો હતો. અંદર પોલીસે તપાસ કરતાં વગરપાસ પરમીટની ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.બીયર વ્હીસ્કીની કુલ 1740 બોટલ મળી આવી હતી. જેની કિમત 1,68,000 જેટલી થાય છે. જયાંરે 5 લાખની કાર મળી કુલ 8.18 લાખનો મુદમાલ પોલીસે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.