• Gujarati News
  • National
  • બારડોલી નગરમા પંપિંગ સ્ટેશનમાં પાવર વાપર્યા વિના 6 લાખનું બિલ!

બારડોલી નગરમા પંપિંગ સ્ટેશનમાં પાવર વાપર્યા વિના 6 લાખનું બિલ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરના સુરતી જકાતનાકાના પંપીંગ સ્ટેશનથી ગંદુ પાણી ભૂર્ગભ ગટર લાઇનથી ખેચી ડીસ્પોજલ પ્લાન્ટ ખાતે લઇ જવા વીજ કચેરીમાંથી કનેકશનની માંગણી કરવામાં આવી હતી. જેમાં એપ્રિલ 2016 માસમાં વીજ કંપનીએ લાઇન આપી હતી. 11 માસ વીતી ગયા છતા નવા ટીસી માટે સ્ટ્રકચર બનાવતા વીજ પાવર વાપરવા વગર 6 લાખથી વધુનુ બીલ થઇ ગયુ છે. ભૂર્ગભ લાઇનનું કામ કરતી એજન્સીનેએ પાલિકાના નામે જોડાણ લીધુ હોવાથી પાલિકા પાસે વીજકંપની ઉઘરાણી કરે છે. અગિયાર માસથી વીજ કચેરીનું બીલ ભરપાઇ કરવાનુ બાકી હોય, પાલિકા ચિંતિત બની છે.

બારડોલી નગરના ગાંધીરોડ વિસ્તારની સોસાયટીઓને જોડતી ભૂગર્ભ ગટર લાઇન તેમજ પંપીંગ સ્ટેશનથી પાલિકાના નાંદીડા ખાતેના ડિસ્પોઝલ પ્લાન્ટ સુધી ભૂગર્ભ લાઇન 12 કરોડના ખર્ચે કરવામાં આવી હતી. જોકે પંપીંગ સ્ટેશનથી ગંદુપાણી ખેંચવા માટે વીજ કચેરીમાં પાલિકાના નામે કનેક્શન જીયુડીસીની કામ કરતી એજન્સી દ્વારા લેવામાં આવ્યું હતું. જેમાં કનેક્શનની માંગણી મુજબ વીજકંપનીએ માસનું 57 હજારનું ભાડું પેટે એપ્રિલ 2016માં કનેક્શન પંપીગ સ્ટેશન સુધી ખેચી આપી હતી. ત્યાંરબાદ પંપીગની જગ્યામાં ટીસીનુ સ્ટ્રકચરની થતી કામગીરીની જવાબદારી કનેકશન ધારકની થતી હોય છે. પરંતુ એજન્સી દ્વારા કામગીરી કરી હતી. અને 11 માસનો સમય વીતી ગયો છે. વીજ કંપનીના નિયમ મુજબ જયાંરથી લાઇન આપી ત્યાંરથી નક્કી ભાડુની રકમ ભરવાની રહે છે. તમે પાવર વાપરો કે પછી વાપરો પણ દર માસનુ નક્કી ભાડુ પ્રમાણે ભરવાનુ હોય છે. લાઇન ખેંચાઇને 11 માસ જેટલો સમય વીતી ગયો છે. હાલ માર્ચ માસમાં નવું ટી.સી મૂકવા માટેની તજવીજ હાથ ધરી છે. ત્યારે 11 માસનું વીજભાડું પેટે અંદાજિત 6 લાખથી વધુનું બીલ થઈ ગયું છે. પાલિકાને એપ્રિલ-2016થી નવેમ્બર નવેમ્બર આઠ માસનું 4.50 લાખનું બીલ ભરવાની જાણ અગાઉ વીજ કંપનીએ કરી હતી. ત્યાર પાલિકાને જાણ થઇ હતી. અને જીયુડીસી ગાંધીનગર ખાતે લેખિતમાં જાણ કરી હતી. છતાં કોઇ સામેથી જવાબ આવ્યો હોવાનુ જાણવા મળેલ છે. વધુ ત્રણ માસનો સમય વીતી ગયો છે. આવા સંજોગમાં પાલિકા અવઢવમાં મુકાઇ ગઈ છે. ચર્ચા મુજબ જીયુડીસી દ્વારા સોંપવામાં આવેલી એજન્સીનું ભૂર્ગભ લાઇનનું કામ પૂરું થયું હોવાથી પાલિકાએ જાણ કરવા છતાં કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. આવા સંજોગોમાં 6 લાખથી વધુનું બીલ 11 માસનુ થઇ ગયું છે. જયાંરે પેનલ્ટી પણ સમાવેશ થતા આંકડો મોટો થવાની આશંકા સેવાઇ રહી છે. વીજ જોડાણ પાલિકાના નામે લેવામાં આવ્યું હોવાથી પાલિકાતંત્ર વિશામણમાં હોવાનું જાણવા મળેલ છે. એજન્સી જલદ બીલ ભરે તે માટે ફરી જાણ કરવામાં આવશે.

પંપિંગ સ્ટેશનનું સ્ટ્રકચર પણ ભયજનક

તાજેતરમાંસુરતીઝાંપાનું પંપીંગ સ્ટેશન નગરના અન્ય પંપીંગોનુ પાણી ખેંચવા માટે લગભગ 45 હોસ્પાવરની મોટર ચાલે છે. જેમાં સ્ટ્રકચર ઘ્રૂજતુ હોવાનુ જાણવા મળેલ છે. આવા સંજોગમાં પંપીગ સ્ટેશનમાંથી નાંદીડા ખાતે ગંદુ પાણી લઇ જવા અંદાજીત 75 હોસ્પાવરની મોટર મૂકવામાં આવી છે. ત્યારે મોટર ચાલતા પંપીંગ સ્ટેશનની સ્થિતિ કેવી ભયજનક બની રહેશે તો જોવુ રહ્યુ હોવાનો ગણગણાટ પણ ઊઠ્યો છે.

ગંદુપાણી ખેંચવા વીજકંપનીએ માસનાં 57 હજારનાં ભાડા પેટે એપ્રિલ 2016માં કનેક્શન અપ્યું હતું. જોકે કામ શરૂ થયું

અન્ય સમાચારો પણ છે...