• Gujarati News
  • National
  • બારડોલીના ધામડોદ અને તેન ગામે મોબાઇલની ચોરી

બારડોલીના ધામડોદ અને તેન ગામે મોબાઇલની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીપોલીસમાં ફેબ્રુઆરી માસમાં દુકાનમાંથી ચોરાયેલ બે અલગ અલગ મોબાઈલ ચોરી અંગેનો ગુનો નોંધાયો હતો. એક ધામડોદ ગામે અનેબીજો તેન ગામે ચોરી થઈ હતી.

બારડોલીના તેન ગામે આવેલ સત્યસાઇ ફેબ્રિકેશનની દુકાનમાં 11મી ફેબ્રુઆરીએ તેન હળપતિવાસમાં રહેતા સુનિલભાઈ વેલજીભાઇ ગામીતનો સેમસંગ કંપનીનો જે-7 મોબાઈલ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. 9,500ની અંદાજિત કિંમતનો મોબાઇલની ચોરી અંગે શનિવારે ગુનો નોંધાયો હતો. જ્યારે બીજો બારડોલીના ધામડોદ ગામે માનસરોવર સોસાયટીમાં કરિયાણાની દુકાનમાં મુકેશ ગુજજર (રહે,દેવનારાયણ કોમ્પ્લેક્ષ)નો પણ 15 મી ફેબ્રુઆરીએ બપોરે દુકાનમાંથી કોઈ અજાણ્યો ચોર જે-5 મોબાઇલની ચોરી કરી ગયો હતો. જે અંગે પોલીસમાં 5500 રૂપિયાનો ચોરીનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...